Gujarat Board Exam News: ગુજરાત બોર્ડની પરીક્ષાઓના પરિણામ થોડા દિવસમાં જાહેર થવાના છે. ત્યારે ચોક્કસથી વિદ્યાર્થીઓ હાલ તેના પરિણામને લઈ ઉત્સાહિત હશે. ગુજરાત બોર્ડ દ્વારા આયોજિત 10મા ધોરણના વિદ્યાર્થીઓની પરિણામની તારીખ 29 મે 2024 હોઈ શકે છે. બોર્ડની ઉતરવહી ચેક કરવાની પ્રક્રિયા 10 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ છે. તો એવામાં ચાલો જાણીએ કે ગુજરાત બોર્ડના પરિણામનો પાછા વર્ષોમાં કેવો ટ્રેન્ડ રહ્યો છે એટલે કે 2016થી લઈને વર્ષ 2023 સુધી કેટલા ટકા પરિણામ રહ્યું છે.
ADVERTISEMENT
અત્યાર સુધી બોર્ડની પરીક્ષાના પરિણામના આંકડા કેવા રહ્યા છે?
જોકે, વર્ષ 2016થી લઈને વર્ષ 2023 સુધીની વાત કરવામાં આવે તો વચ્ચેના બે વર્ષ એવા પણ હતા જેમાં કોરોના મહામારીને કારણે બોર્ડના વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયા હતા. આ બે વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2021 અને વર્ષ 2022માં આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. આ બે વર્ષ સિવાય ચાલો આપણે જાણીએ કે બોર્ડના પરિણામોના આંકડા કેવા રહ્યા છે.
ગુજરાત બોર્ડ ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ
ધોરણ 10ના પરિણામના પાછલા વર્ષોના આંકડા
વર્ષ | છોકરીઓ | છોકરાઓ | કુલ પરિણામ |
2023 | 70.62% | 59.58% | 64.62% |
2022 | 59.92% | 71.66% | 65.18% |
2021 | માસ | પ્રમોશન | કોરોના કાળ |
2020 | 66.02% | 56.53% | 60.64% |
2019 | 72.64% | 62.83% | 66.97% |
2018 | 60.63% | 45.88% | 67.50% |
2017 | 73.33% | 64.69% | 68.24% |
2016 | 85.29% | 84.62% | 86.69% |
આ વર્ષે પરિણામ વહેલું જાહેર થશે
સામાન્ય રીતે ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામ મે મહિના સુધીમાં જાહેર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણીના શેડ્યૂલને કારણે બોર્ડના પરિણામ એક મહિના અગાઉ જાહેર કરવામાં આવશે. આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પરીક્ષા દરમિયાન જ ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરિણામે આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી 10મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવી છે. તેથી, હવે પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ ગુજરાત બોર્ડ દ્વારા પરિણામની તારીખ જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓને પરિણામો પહોંચાડવામાં આવશે.
ADVERTISEMENT