Lok Sabha Election 2024: દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાના છે. લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે અને ચૂંટણી જીતવા માટે રણનીતિઓ ઘડી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા 14 જાન્યુઆરીથી મણિપુરથી મુંબઈ સુધી ‘ભારત ન્યાય યાત્રા’ કાઢવામાં આવશે. તો ભારતીય જનતા પાર્ટીએ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે અત્યારથી જ કમર કસી લીધી છે.
ADVERTISEMENT
કમલમમાં 2 દિવસ પ્રદેશ ભાજપની બેઠક
લોકસભાની ચૂંટણીની તૈયારીને લઈને આજથી બે દિવસ ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપની બેઠક યોજાવા જઈ રહી છે. 29 અને 30 ડિસેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે.
નેતાઓને અપાશે માર્ગદર્શન
આ બે દિવસીય બેઠકમાં પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ અને પ્રવક્તાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ બેઠકમાં કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી અંગે મહત્વનું માર્ગદર્શન તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા કામોને જન જન સુઘી કેવી રીતે પહોંચાડવા સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે.
વોટ શેયર વધારવાની ઘડાશે રણનીતિ
આ બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં પક્ષનો વોટ શેયર વધારવાની રણનીતિ ઘડવામાં આવશે. બેઠકમાં દરેક વોર્ડ અને બુથમાં જનમત કેવી રીતે વધારી શકાય તે અંગે મંથન કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલન વધારવાની પણ ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT