ગુજરાત ભાજપનો માસ્ટરપ્લાન તૈયાર, 26 લોકસભા બેઠક માટે નક્કી કરાયા જવાબદારી

Loksabha Election 2023 : વર્ષ 2024માં યોજવાનારી લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપ સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કમલમમાં યોજાયેલ બેઠકમાં આગામી ચૂંટણીને લઈ કેટલાક…

gujarattak
follow google news

Loksabha Election 2023 : વર્ષ 2024માં યોજવાનારી લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપ સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કમલમમાં યોજાયેલ બેઠકમાં આગામી ચૂંટણીને લઈ કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આગામી ચૂંટણીમાં ફરી ભાજપે 26 લોકસભા બેઠક પર જીત મેળવવા માટે તમામ બેઠકો પર જવાબદારીઓ નક્કી કરી છે. આ કમાન ભાજપના જુનાં જોગીના હાથે સોંપવામાં આવી છે. રાજ્યની 26 બેઠકોના 8 ક્લસ્ટર જૂથ બનાવાયા છે.

8 ક્લસ્ટર જૂથમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો

રાજ્ય સરકારના પૂર્વમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા , આર સી ફળદુ, જ્યોતિબેન પંડ્યા, અમિત ઠાકર, કે સી પટેલ,નરહરિ અમીન , બાબુભાઇ જેબલિયાને આ જવાબદારી સોંપાઈ છે. આગામી 6 જાન્યુઆરીએ ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં જેમાં આ તમામ આગેવાનો સાથે જવાબદારી અંગે ચર્ચા કરવામાં આવશે. 8 જૂથના ક્લસ્ટર પ્રમાણે રાષ્ટ્રીય નેતૃત્વના પ્રવાસ અને રેલીઓ યોજાશે.

કોને સોંપાઈ કઈ બેઠકો ની જવાબદારી

1.ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ભાવનગર, જૂનાગઢ, અમરેલી

2. પ્રદીપસિંહ જાડેજા
વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ લોકસભાની જવાબદારી સોંપાઈ

3.આર.સી. ફળદુ
રાજકોટ, જામનગર, પોરબંદર

4.નરહરિ અમીન
ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ

5. કે. સી. પટેલ
અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર

6.અમિત ઠાકર
બનાસકાંઠા પાટણ કચ્છ

7. બાબુભાઈ જેબલિયા
સુરેન્દ્ર નગર મહેસાણા, સાબરકાંઠા

    follow whatsapp