અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં રથયાત્રાની ચાલી રહેલી તૈયારી વચ્ચે આતંકી હુમલાની આશંકા વચ્ચે પોલીસ ખડેપગ સુરક્ષામાં તૈનાત છે. ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી બે દિવસ પહેલા 3 શંકાસ્પદ લોકોની અટકાયત ગુજરાત ATS દ્વારા કરવામાં આવી હતી. ચંડોળા તળાવ પાસેથી પકડાયેલા આ 3 શકમંદો બાંગ્લાદેશી હતા અને તેમનું પાકિસ્તાન સાથેનું કનેક્શન સામે આવ્યું છે. ત્યારે આ મુદ્દે આજે ગુજરાત ATS પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ખુલાસા કરશે.
ADVERTISEMENT
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ત્રણેય આરોપીઓ આતંકી સંગઠન અલકાયદા ઈન્ડિયા સાથે સંકળાયેલા હતા. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશ પર આ ટોળકીને ગુજરાતમાં યુવાનોને સંગઠનમાં સામેલ કરવાની ટ્રેનિંગ અપાઈ રહી હતી. ગુજરાત ATSને વિદેશોથી આતંકી ફંડ એકઠું કરાયું હોવાના પણ પૂરાવા મળ્યા છે. એવામાં ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં રથયાત્રા નીકળવાની છે એ પહેલા શકમંદો મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા ATSના હાથે ઝડપાઈ ગયા હતા.
ADVERTISEMENT