અમદાવાદઃ ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પેપરલીક મામલામાં ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ જ્યારે જુનિયર ક્લાર્કના પેપર ફૂટી ગયા હોવાનું સામે આવ્યું ત્યારે ગણતરીના કલાકો પહેલા જ તંત્ર દ્વારા પરીક્ષાને રદ્દ કરી દેવાઈ હતી. જે પછી તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. દરમિયાન વડોદરામાંથી પેપરલીક કાંડના કનેક્શન્સ સામે આવ્યા હતા. ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન જાણકારી સામે આવી હતી કે 10 જેટલા ઉમેદવારોને તો પહેલાથી જ પેપર મળી ગયું હતું.
ADVERTISEMENT
પેપરલીક કાંડ અંગે જાણો
ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેરર ફૂટ્યું હોવાનું તંત્રને પરીક્ષાના થોડા જ કલાકો પહેલા ખબર પડતા તંત્રએ પરીક્ષા લેવાય તે પહેલા છેલ્લા અમુક કલાકો પહેલા જ પરીક્ષા રદ્દ કરી દીધી હતી. જોકે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ દ્વારા તંત્રને પાંચ દિવસ પહેલા જ આ અંગે જાણકારી આપવામાં આવી હતી. છતા છેલ્લી ઘડીએ પેપર નહીં લેવાતા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયેલા વિદ્યાર્થીઓની હાલત દયનીય થઈ હતી. ઘણા પરીક્ષાર્થીઓની આંખોમાં રીતસર આંસુ છલકાઈ આવ્યા હતા, તો ઘણા સાવ ડિસ્ટર્બ થઈ ગયા હતા. અહીં સુધી કે ભાવનગરમાં તો એક દીકરીએ જીવન પણ ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું. તંત્રની બેદરકારી અને કૌભાંડીઓની તાકાતને જોતા ઠેરઠેર સરકાર પર થુ થુ થવા લાગી હતી. જોકે સરકારે આખરે મોંઢુ લુછવા નવા કાયદાને હાલમાં જ વિધાનસભામાં પસાર કર્યો હતો. જેમાં પેપર ફોડનારાઓને હવેથી મોટી સજાઓ કરવામાં આવે તેવી જોગવાઈઓ અને દંડની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. જે ઉપરાંત બોર્ડના કાર્યકારી અધ્યક્ષ પદે ચોખ્ખી છબી ધરાવતા આઈપીએસ હસમુખ પટેલને મુકી તંત્રએ તાબડતોબ ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી જે હવે આગામી 9મી એપ્રિલે થવાની જાહેરાત કરવામાં આવી છે. આ તરફ તંત્ર ફરી લેવાતી પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયું ત્યાં બીજી તરફ પેપરલીક કાંડના કૌભાંડીઓ સુધી પહોંચવા ગુજરાત એટીએસ કામ કરી રહ્યું હતું.
પદ્મ પુરસ્કાર સમારંભમાં પહોંચી ઋષિ સુનકની પત્ની અક્ષતા, ખબર પડી તો…
ટુંક સમયમાં સત્તાવાર રીતે જાહેર કરશે Gujarat ATS
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર ગુજરાત એટીએસ દ્વારા 10 ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે. માહિતી એવી પણ મળી રહી છે કે આ 10 ઉમેદવારોને પરીક્ષાના અગાઉ જ પેપર મળી ગયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર એટીએસ ટુંક જ સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવાની છે. ઉલ્લેખનીય છે કે અગાઉ એટીએસએ આ કેસમાં 15 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ADVERTISEMENT