ગુજરાત ATSએ પકડાયેલા બાંગલાદેશીની કરી પુછપરછ- બીજા 3 પકડાયા, અલ-કાયદાનો કરતા હતા પ્રચાર

Urvish Patel

23 May 2023 (अपडेटेड: May 23 2023 2:52 PM)

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં રથયાત્રાની તૈયારીઓ થઈ રહી છે ત્યાં આતંકી હુમલાની આશંકા વચ્ચે ગુજરાત ATSએ ચાર બાંગલાદેશીઓને ઝડપી પાડ્યા છે. અગાઉ…

Gujarat ATS, Bangladesh, AQ, Rath yatra, UP Police

Gujarat ATS, Bangladesh, AQ, Rath yatra, UP Police

follow google news

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં રથયાત્રાની તૈયારીઓ થઈ રહી છે ત્યાં આતંકી હુમલાની આશંકા વચ્ચે ગુજરાત ATSએ ચાર બાંગલાદેશીઓને ઝડપી પાડ્યા છે. અગાઉ અમદાવાદના નારોલ વિસ્તારમાંથી બે દિવસ પહેલા 3 શંકાસ્પદ લોકોની અટકાયત ગુજરાત ATS દ્વારા કરવામાં આવી હતી. ચંડોળા તળાવ પાસેથી પકડાયેલા આ 3 શકમંદો બાંગ્લાદેશી હતા અને તેમનું પાકિસ્તાન સાથેનું કનેક્શન સામે આવ્યું છે. ત્યારે પકડાયેલા બાંગલાદેશી શખ્સની પુછપરછ કરતાં ઘણી માહિતીઓ સામે આવી હતી. દરમિયાનમાં ATS દ્વારા વધુ ત્રણ બાંગલાદેશીઓને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ શખ્સો અલ કાયદાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ત્રણેય આરોપીઓ આતંકી સંગઠન અલકાયદા ઈન્ડિયા સાથે સંકળાયેલા હતા. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશ પર આ ટોળકીને ગુજરાતમાં યુવાનોને સંગઠનમાં સામેલ કરવાની ટ્રેનિંગ અપાઈ રહી હતી. ગુજરાત ATSને વિદેશોથી આતંકી ફંડ એકઠું કરાયું હોવાના પણ પૂરાવા મળ્યા છે. એવામાં ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં રથયાત્રા નીકળવાની છે એ પહેલા શકમંદો મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા ATSના હાથે ઝડપાઈ ગયા હતા.

ગજબ થઈ ગયું! ચાલુ કારના બોનેટ પર બેસી દુલ્હને બનાવી રિલ, ભરવો પડ્યો આટલા હજારનો દંડ

ગુજરાત ATSની પુછપરછમાં સામે આવ્યું…
ગુજરાત ATS દ્વારા અલ કાયદા સાથે જોડાયેલા અને તેનો પ્રચાર પ્રસાર કરીને ફંડ એકત્ર કરતા બાંગલાદેશી શખ્સો સોજીબમીયા, આકાશખાન, મુન્નાકાન અને અબ્દુલ લતિફની ગુપ્ત માહિતીને પગલે પકડી પાડ્યા હતા. જેમની પુછપરછમાં જાણવા મળ્યું કે, આ શખ્સો ગેરકાયદે રીતે ભારતમાં બાંગલાદેશી શખ્સો મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મુન્નાખાન, અઝરુલ ઈસ્લામ કફીલુદ્દીન અંસારી ઉર્ફે આકાશ ખાન અને મોમિનુલ ઉર્ફે અબ્દુલ લતિફ અલકાયદાના સભ્યો છે. તેઓ બાંગલાદેશના કેટલાક આતંકીઓ સાથે સંપર્કમાં હતા. જે ત્રણેય પર પ્રતિબંધિત આતંકી સંગઠન અલકાયદાના સભ્યો હોવાનું સામે આવ્યું છે. એટીએસ દ્વારા તમામની ઓળક કરીને ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એટીએસ દ્વારા તેમની ઉત્તર પ્રદેશ ગોરખપુરથી યુપી પોલીસની મદદ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

    follow whatsapp