Gujarat Assembly news: ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક બહૂમતી સાથે ગૃહમાં પસાર થયું છે. ગૃહમાં બીલને લઈને કોંગ્રેસ દ્વારા ઘણા સુધારાઓ સૂચવવામાં આવ્યા અને બિલનો વિરોધ પણ કર્યો હતો. ગૃહમાં ધ્વનિ મતદાનના આધારે બિલ બહુમતી સાથે પાસ કરવામાં આવ્યું છે. આ વિધેયક પસાર થતા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે આવશે. રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક રહેશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયકમાં યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહીતની બાબતોના નિયમો ઘડાયા છે.
ADVERTISEMENT
કયા કયા ખાસ નિયમો થશે અમલી
આ નિયમો મુજબ, યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રદ્યાપકો ખાનગી ટ્યુશન કે ક્લાસિસ ચલાવી શકશે નહીં. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અંતર્ગત તમામ નિયમો નિર્દેશ કરાશે, કુલપતિની નિમણૂક, પ્રાદ્યાપકો કર્મચારીઓની બદલીના વિશેષ નિયમો ઘડાયા છે. રાજ્ય સરકારની મંજૂરી વિના ભરતી પ્રક્રિયા થઈ શકશે નહીં. યુનિવર્સિટીઓની સ્થાવર મિલકત વેચાણ અથવા ભાડે ચઢાવવા સરકારની મંજૂરી લેવી પડશે. યુનિવર્સિટીઓના ફંડનો ઉપયોગ અન્ય હેતુ માટે કરી શકાશે નહીં.
Mahisagar News: છોકરીને મળવા ગયો અને ગામના લોકોના હાથે પકડાઈ જતા કરી નાખ્યું મુંડન, બર્બરતાનો વીડિયો વાયરલ
પબ્લિક યુનિવર્સિટી એકટની અમલવારીથી મોટા ફેરફાર થશે. કુલપતિની ટર્મ હવે 3ના બદલે 5 વર્ષની રહેશે. એક યુનિવર્સિટીમાં કુલપતિ રહેલી વ્યક્તિને બીજી વખત કુલપતિ નહીં બનાવાય. યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી રાજકારણ પૂર્ણ થશે. સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણીઓ હવે યુનિ.માં નહીં થાય. મેનેજમેન્ટ ઓથોરિટીમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. વિદ્યાર્થીઓ ચાલુ અભ્યાસક્રમે યુનિવર્સિટી બદલી શકશે. વડોદરા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં રાજમાતા સુભાંગીની ગાયકવાડ ચાન્સેલર રહેશે, બાકીની 10 યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલ રહેશે.
ADVERTISEMENT