Gujarat assembly by-election: લોકસભાની ચૂંટણીના પરિણામની વચ્ચે પોરબંદરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદરવાર અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે. ગુજરાતમાં લોકસભાની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠક પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વિજાપુરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી. આ બેઠકો પર ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક અપક્ષમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં. આ પાંચેય બેઠકની આજે (4 જૂન, 2024)ના મતગણતરી પ્રક્રિયા યોજાઈ રહી છે.
ADVERTISEMENT
અર્જુન મોઢવાડિયાની જીત
આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોરબંદરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને વિધાનસભાની પેટા ચૂંટણી લડેલા અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે. પોરબંદર વિધાનસભા બેઠક પર અર્જુન મોઢવાડિયાની ઐતિહાસીક 1,16,800 મતથી વિજય થયો છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા મોઢવાડિયા
આપને જણાવી દઈએ કે, પોરબંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા થોડા સમય પહેલાં જ ભાજપમાં જોડાયા હતા અને તેમને ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા. જ્યારે કોંગ્રેસે તેમની સામે રાજુભાઈ ઓડેદરાને ટિકિટ આપી હતી. ત્યારે હવે તેમની જંગી બહુમતીથી જીત થઈ છે.
ADVERTISEMENT