ગાંધીનગરઃ ગુરૂવારે પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો પર મતદાન થયું છે. હવે બાકીની 93 બેઠકો પર મતદાન આજે સોમવારે થઈ રહ્યું છે. જેના માટે 833 ઉમેદવારોના નસીબનો આજે મતદારો ફેંસલો આપવાના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકોના 14 જિલ્લાઓ પર મતદાન થવાનું છે. 5 ડિસેમ્બરની સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે. પોતાના બુથ પર પહોંચીને મતદાતાઓ ઈવીએમ થકી પોતાનો મત આપી શકે તે માટે તંત્રએ પણ તૈયારીઓ સતત કરી છે. પ્રથમ તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધી ગુજરાતમાં 34.74 ટકા મતદાન નોંધાયું છે. પેટલાદમાં દાદા ગંગારામી કીન્નર અખાડાના મતદાતાઓએ પણ મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉપરોક્ત તસવીર તે મતદાતાઓની છે.
ADVERTISEMENT
14 જિલ્લાઓમાં કેટલું મતદાન
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે 14 જિલ્લાઓમાં થનારા આ મતદાનના દિવસે બપોરે 1 વાગ્યા સુધીમાં અંદાજીત મતદાનની ટકાવારી સામે આવી છે તે પ્રમાણે અમદાવાદમાં 30.82 ટકા, આણંદમાં 37.06 ટકા, અરવલ્લીમાં 37.12 ટકા, બનાસકાંઠામાં 37.48 ટકા, છોટાઉદેપુરમાં 38.18 ટકા, દાહોદમાં 34.46 ટકા, ગાંધીનગર 36.49 ટકા, ખેડામાં 36.03 ટકા, મહેસાણામાં 35.35 ટકા, મહિસાગરમાં 29.72 ટકા, પંચમહાલમાં 37.09 ટકા, પાટણમાં 34.74 ટકા, સાબરકાંઠામાં 39.73 ટકા જ્યારે વડોદરામાં 34.07 ટકા મતદાન નોંધાયું છે. આમ સૌથી ઓછું મતદાન મહીસાગર જિલ્લામાં નોંધાયું છે જ્યારે સૌથી વધુ મતદાન સાબરકાંઠામાં નોંધાયું છે.
કુલ મતદારો કેટલા
ગુજરાતની બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 2,51,58,730 મતદારો છે. જે પૈકીના 1,29,26,501 પુરૂષ મતદારો, 1,22,31,335 મહિલા મતદારો અને 894 ત્રીજી જાતિના મતદારો છે. તેમાંથી સાવ નાની વયના મતલબ કે 18થી 19 વર્ષની ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા 5,96,323 છે. જ્યારે 99 વર્ષથી વધુની ઉંમર ધરાવતા વડીલ મતદારોની સંખ્યા 5412 છે. સેવા મતદારોની કુલ સંખ્યા 18271 છે, જ્યારે એનઆરઆઈ મતદારોની સંખ્યા કુલ 660 છે.
ADVERTISEMENT