અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને લઈને આજે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવાને થોડા જ કલાક બાકી છે ત્યારે એક્ઝિટ પોલ પર સતત લોકોની મીટ મંડાયેલી છે. પ્રચાર માધ્યમો માટે ‘એક્ઝિટ પોલ’ સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા આજે સોમવારે સાંજે 6.30 વાગ્યા સુધી ‘એક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ‘‘એક્ઝિટ પોલ’’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
ADVERTISEMENT
એક્ઝિટ પોલીસ માટે લોકોએ જોવી પડશે રાહ
હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢની તારીખ 8 નવેમ્બર અને તારીખ 11 નવેમ્બરના રોજ જાહેર થયેલી પેટા ચૂંટણીઓ સંદર્ભે હવે આજે તારીખ 5-12-2022 ને સોમવારે સાંજે 6:30 વાગ્યા સુધી પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘એક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે, કે અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર નહીં કરી શકે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા આ તાત્કાલીક અસરથી જાહેરાત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT