કોંગ્રેસે નરેન્દ્ર મોદી અને AAP સહિત આચારસંહિતા મામલે 36 ફરિયાદ ચૂંટણી પંચને કરી

અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન સમયે ઠેરઠેર ભાજપ અને આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસે આચાર સંહિતા ભંગને લઈને ફરિયાદો કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

election commision

election commision

follow google news

અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન સમયે ઠેરઠેર ભાજપ અને આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસે આચાર સંહિતા ભંગને લઈને ફરિયાદો કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માંડીને ભાજપના નાના સિપાહી હાર્દિક પટેલનો પણ સમાવેશ થાય છે. તો આવો જાણીએ કે દિવસ દરમિયાન કોંગ્રેસ દ્વારા કઈ કઈ બાબતોને લઈને ફરિયાદો થઈ છે.

મોદી અને હાર્દિક સામે ફરિયાદ
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાનું મતદાન પુરું થયું છે. જેમાં 14 જિલ્લાઓમાં મતદાન થયું છે. આ 14 જિલ્લાઓમાં કુલ 93 બેઠકો છે જેના પર કુલ અંદાજીત મતદાન 58 ટકાથી વધારે નોંધાયું છે. કોંગ્રેસે આ દરમિયાન વિસનગરમાં ભાજપના પોસ્ટર બુથ નંબર 131થી 134 પર લગાવાયા હતા તેને લઈને ફરિયાદ કરી છે. વિરમગામમાં હાર્દિક પેટેલે આપેલા ટીવી ઈન્ટરવ્યૂમાં વારંવાર ભાજપનું નામ લેતા તેમની સામે ફરિયાદ થઈ છે. ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર મતવિસ્તારમાં લગાવાયેલા પોસ્ટરને લઈને ફરિયાદ કરી છે. દસ્ક્રોઈમાં મતવિસ્તારમાં બુથની બહાર જ ભાજપના ઝંડા અને છત્રી હટાવવા મામલે ફરિયાદ કરી છે. દાણીલીમડામાં આમ આદમી પાર્ટીના મંજુરી વગરના ટેબલ દુર કરવા મામલે ફરિયાદ કરી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મતદાન પછી કરવામાં આવેલા રોડ શોને લઈને તેમણે ફરિયાદ કરી છે. કે તેમણે આચાર સંહિતાનો ભંગ કર્યો છે. તેમણે શરમજનક રીતે નીયમોને તોડ્યા છે સાથે જ મીડિયામાં તે ટેલિકાસ્ટ પણ થયું છે જે નિયમ પ્રમાણે ચલાવી લેવાય તેમ નથી.

ભાજપ તરફી મતદાન કરાવવા મામલે ફરિયાદ
ઉપરાંત ઝાલોદમાં ભાજપના અસામાજીક તત્વો નાગરિકો ભાજપ તરફી મતદાન કરવા મામલે ફરિયાદ થઈ છે. વડગામ વિધાનસભામાં ધીમી મતદાન પ્રક્રિયા બાબતે ફરિયાદ, કડીમાં બુથ 7 પર ભાજપના અસામાજીક તત્વો નાગરિકોને ભાજપ તરફી મતદાન કરવા મામલે ફરિયાદ, નડિયાદમાં બુથ 21 પર મતદાતાઓને મત આપતા રોકવા બાબતે ફરિયાદ, માણસામાં પર્વતપુરાની નજીક દારુ વિતરણ બાબતે ફરિયાદ, માતરમાં બુથ 212માં ભાજપ કાર્યકરો દ્વારા પ્રચાર બાબતે ફરિયાદ, વાવમાં બુથ 2માં ઈવીએમ મશીનમાં ફોલ્ટ બાબતે ફરિયાદ, સંખેડામાં 178 બુથમાં ઈવીએમ મશીનમાં ફોલ્ટ બાબતે ફરિયાદ, બાયડમાં બુથ 248 પર મતદારોને મત આપતા રોકવા બાબતે ફરિયાદ કરી છે.

મતદારોને મત આપતા રોકવા બાબતે ફરિયાદ
આ સાથે જ દહેગામમાં બુથ 3માં મતદાનની કામગીરી ધીમી કરવા બાબતે ફરિયાદ, ગાંધીનગર સાઉથમાં બુથ 230 પર વીજ પુરવઠો ખોરવાતા ફરિયાદ, અસારવામાં બુથ 22 પર ઈવીએમ ખોટકાવા બાબતે ફરિયાદ, બાપુનગરમાં શાળા 2 અને 7માં બુથ 129માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને આગેવાનો મતદાન મથકમાં ઘુસી જઈ અડચણ ઊભી કરવા બાબતે ફરિયાદ, નડિયાદમાં ધેરીયાવી ગામના બુથ 3માં પોલીસના માણસો દ્વારા મતદારોને ભાજપને મત આપવા દબાણ લાવવા બાબતે ફરિયાદ, કાલોલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની ગાડી પર ગોધલી ગામ, તા. ઘોઘંબા પાસે 400 માણસો દ્વારા હુમલો કરવા બાબતે ફરિયાદ, વાવમાં બુથ 1માં મતદાતાઓને મતદાન આપવા બાબતે રોકવા મામલે ફરિયાદ, વડગામમાં વાસણા સેમ્ભાર ગામમાં બુથમાં વીજ પુરવઠો ખોરવાતા ફરિયાદ, ઝાલોદમાં બુથ 154માં ભાજપના ટેકેદારો મતદારોને મત આપતા રોકવા બાબતે ફરિયાદ, એવી જ ફરિયાદ ઝાલોદના 154 નંબરના બુથ પર પણ તેમણે કરી છે.

ઈવીએમમાં ગરબડ મામલે ફરિયાદ
તથા કલોલ બેઠક પર ગંગા દરવાજાની બાજુમાં શાળા નં. 2 પર મતદારોને પ્રવેશ ન અપાતા ફરિયાદ, અમદાવાદની અસારવા બેઠક પર બુથ 56માં ઈવીએમ બગડતા ફરિયાદ, વેજલપુરમાં રવિશંકર મહારાજ સ્કૂલની બહાર ભાજપના કાર્યકરોની આચાર સંહિતા ભંગ કરવા બદલ ફરિયાદ, કલોલમાં બુથ નં. 7 અને ચણાસ્મામાં બુથ 1માં મતદારો પાસે આઈડી પ્રુફ હોવા છતા આધારકાર્ડ માગવા બાબતે ફરિયાદ, નડિયાદમાં બુથ 71માં સરકારી અધિકારી દ્વારા જ ભાજપના ઉમેદવારને મત આપવાનો આગ્રહ કરવા બાબતે ફરિયાદ, પાલનપુરમાં બુથ 4/238માં મતદાન પ્રક્રિયા ધીમી કરવા બાબતે ફરિયાદ, ધોળકાની ગુંદી સરકારી સ્કૂલમાં તથા શહેરામાં બુથ 123 પર મતદાતાઓને મત આપતા રોકવા બાબતે ફરિયાદ, બાપુનગરમાં 117 અને 118 બુથ પર ભાજપ કાર્યકરો મતદાતાઓને ડરાવવા-ધમકાવવા બાબતે ફરિયાદ, સિદ્ધપુરમાં બુથ 2માં મતદાન પ્રક્રિયા ધીમ તથા મશીનમાં ગરબડ મામલે ફરિયાદ કરવામાં આવી છે.

    follow whatsapp