અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પુર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ થવાના શરૂ થઇ ગયા હતા. ગુજરાતમાં વિવિધ ચેનલ દ્વારા પોત પોતાના સર્વે પણ જાહેર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત TV9 દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભાજપની સરકાર બની રહી છે. ગુજરાતમાં ભાજપને 125 થી 130 સીટો મળી રહી છે. તો કોંગ્રેસનો સર્વે 40-50 અને AAP ને 03-05 સીટો જ મળી હતી. જ્યારે અન્યને 03-07 સીટો મળી રહી છે. આ સમગ્ર ન્યૂઝ ચેનલ્સના સર્વે જ હોય છે તે નક્કર પરિણામ દર્શાવતા નથી પરંતુ પરિણામનો એક અંદાજ માત્ર હોય છે. ABP ન્યૂઝ ચેનલના સર્વેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળી છે તે જાણી શકાય છે.
ADVERTISEMENT
ભાજપને મળી શકે છે આટલી બેઠક
આ ચેનલના એક્ઝિટ પોલ મુજબ સમસ્ત ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, જે પ્રમાણે કહેવાતું હતું કે પાર્ટીની જંગ એક નંબર પર નહીં પરંતુ બીજા નંબર પર આવવા માટેની વધુ લાગી રહી છે તે તમામ બાબતો પર જાણે એક્ઝિટ પોલમાં કાંઈક અલગ જ ચિત્ર મળી રહ્યું છે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કે જેઓ ગુજરાતમાં સરકાર બનાવવાની વાત કરતા હતા તેમના માટે આ એક્ઝિટ પોલ એક નિરાશાનું મોજું લઈને આવ્યો છે. ગુજરાતમાં જોકે ભાજપના પણ સપના પુરા ન થતા આ એક્ઝિટ પોલમાં દેખાઈ રહ્યા છે. ભાજપ 182માંથી 134 બેઠકો મેળવી શકે છે તેવું આ એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યું છે.
ત્રિકોણીય જંગનું કોંગ્રેસને મોટું નુકસાન
એબીપીના એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસને પણ ગુજરાતમાં કુલ 37 બેઠકોથી જ સંતોષ માનવો પડે તેમ છે. જ્યાં ગત વિધાનસભામાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી તો તેના માટે પણ આ એક્ઝિટ પોલ નિરાશાના વાદળ સમાન તો માની શકાશે. આમ આદમી પાર્ટી જે સરકાર બનાવવાની વાત કરતી હતી તે 7 બેઠકોમાં સંતોષ માનશે તેવું ચિત્ર આ એક્ઝિટ પોલીસમાં ઉપસી રહ્યું છે. મતલબ કે ત્રિકોણીય જંગની સૌથી વધુ અસર કોંગ્રેસ પર પડી છે. કોંગ્રેસને ગુજરાતમાં 40 જેટલી બેઠકો પર ઝટકો લાગે તેમ છે.
પ્રથમ તબક્કામાં ચૂંટણી 89 બેઠકો પર 63.14 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું ત્યારે 89 બેઠકો પર 788 ઉમેદવારો વચ્ચે જંગ હતી. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. આ બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં થયું હતું અને સૌથી ઓછું મતદાન બોટાદમાં થયું હતું. અનુક્રમે 78.24 ટકા અને 57.58 ટકા મતદાર નોંધાયું હતું.
બીજા તબક્કામાં અંદાજીત 58.80 ટકા સરેરાશ મતદાન
બીજા તબક્કામાં જ્યાં અંદાજીત 58.80 ટકાથી વધુ મતદાન નોંધાયું છે ત્યારે આ તબક્કાની 93 બેઠકો પર 833 મતદારોના ભાવી પર ફેંસલો થયો છે. આ તબક્કાનું મતદાન આજે સોમવારે 5 ડિસેમ્બરે યોજાયું હતું. જેના પૂર્ણ થયા પછી હાલના તબક્કે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં નોંધાયું છે અને સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં નોંધાયું છે. અનુક્રમે અંદાજીત 53.57 ટકા અને 65.65 હોવાનું પ્રારંભીક ધોરણે સામે આવી રહ્યું છે જોકે સત્તાવાર આંકડા સામે આવતા તેમાં મહદ અંશે ફેરફાર જોવા મળી શકે છે.
ADVERTISEMENT