ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના માર્ગો પર સતત વાહનોનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે વાયુ પ્રદૂષણનો આંક પણ વધારે સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે CAGના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 5 વર્ષમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી ગયું છે. તેવામાં 2.52 કરોડ વાહનો સામે જોવા જઈએ તો PUC સેન્ટરોનું પ્રમાણ પણ ઓછું જોવા મળી રહ્યું છે. નોંધનીય છે કે CAGના રિપોર્ટ પ્રમાણે વાહનોના ફ્યુઅલમાં ભેળસેળના કારણે આ વાયુ પ્રદૂષણનો મુદ્દો ઘણો ગંભીર બની રહે એમ છે.
ADVERTISEMENT
વિપક્ષમાં સતત બીજા દિવસે હોબાળો
ઉલ્લેખની છે કે ગૃહમાં વિપક્ષ દ્વારા સતત બીજા દિવસે હોબાળો કરાયો હતો. નોંધનીય છે કે આ દરમિયાન કોંગ્રેસના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા હતા. નોંધનીય છે કે પહેલા દિવસે ઢોર નિયંત્રણ બિલ પરત લેવાયું હતું. ત્યારે એક કલાક સુધી ગુજસીટોક સુધારા વિધેયક બિલ પર ચર્ચા થઈ હતી, ત્યારપછી સર્વાનુમતે આને પસાર કરાયું હતું.
લમ્પી વાયર મુદ્દે થયો હોબાળો
આ દરમિયાન વિપક્ષે લમ્પી વાયરસ મુદ્દે પણ ઘણી લાંબી ચર્ચા કરી હતી. જોકે તેમણે અગાઉથી નોટિસ ન આપી હોવાથી અધ્યક્ષ દ્વારા આ મુદ્દે સમય આપવાની ના પાડી દીધી હતી. ત્યારપછી તો મુદ્દો ગરમાયો હતો અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા લમ્પી વાયરસ અંગે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT