ગુજરાતના મંત્રીઓના કેબિન સુધી AI ની એન્ટ્રીઃ નેતાને કોઈ છેતરી ના જાય તેના માટે કરશે મદદ

ગાંધીનગરઃ એઆઈ (આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ), છેલ્લા ઘણા સમયથી માણસની જગ્યા લઈ રહ્યું છે. દેશ દુનિયામાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી કોમ્પ્યુટર, સોફ્ટવેર, શોપિંગ એપ્લિકેશન્સ, કાર વગેરે ચાલતું થયું…

એઆઈ (આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ), છેલ્લા ઘણા સમયથી માણસની જગ્યા લઈ રહ્યું છે. દેશ દુનિયામાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી કોમ્પ્યુટર, સોફ્ટવેર, શોપિંગ એપ્લિકેશન્સ, કાર વગેરે ચાલતું થયું છે

એઆઈ (આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ), છેલ્લા ઘણા સમયથી માણસની જગ્યા લઈ રહ્યું છે. દેશ દુનિયામાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી કોમ્પ્યુટર, સોફ્ટવેર, શોપિંગ એપ્લિકેશન્સ, કાર વગેરે ચાલતું થયું છે

follow google news

ગાંધીનગરઃ એઆઈ (આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ), છેલ્લા ઘણા સમયથી માણસની જગ્યા લઈ રહ્યું છે. દેશ દુનિયામાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી કોમ્પ્યુટર, સોફ્ટવેર, શોપિંગ એપ્લિકેશન્સ, કાર વગેરે ચાલતું થયું છે ત્યાં હવે આ ટેક્નોલોજીની એન્ટ્રી ગુજરાતના મંત્રીના કેબિન સુધી પહોંચવા જઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સલાહકાર હસમુખ અઢિયાએ આ અંગે પ્રેઝન્ટેશન પણ આપ્યું છે. મંત્રીના કાર્યાલયના બે એધિકારીને એઆઈની તાલીમ અપાશે. આ એઆઈની મદદથી મંત્રીને કોઈ ખોટી બાબતોમાં ફસાવી, કે ઊંઠા ભણાવી કામ કઢાવી ના જાય અને તેના માટે આ એઆઈ મંત્રીની મદદ કરશે.

Hanuman Jayanti 2023: જાણો શુભ મુહૂર્તમાં અને પૂજન વિધિ

કેબિનેટ બેઠકમાં પ્રેઝન્ટેશન
ગુજરાત રાજ્યના મંત્રીઓ કે અધિકારીઓને કોઈ અયોગ્ય પ્રોજેક્ટ કે નવી યોજનાઓના કાવાદાવાઓ કરીને ખોટું અને સાચું શું છે તેનો ભેદ સમજવા માટે આ એઆઈ મદદ કરશે. એઆઈના માધ્યમથી તે અંગેનું પુરતુ જ્ઞાન પુરું પડશે. આ એઆઈથી હવે મંત્રીઓના કાર્યાલયને સજ્જ કરવાનું નક્કી કરાયું છે. જે માટે હસમુખ અઢિયાએ બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું.

ખોટા પ્રોજેક્ટ્સ મોટું નુકસાન પણ આપતા હોય છે
ઉલ્લેખનીય છે કે નેતાઓ પાસે ઘણા નવી યોજનાઓ, આઈડિયાઝ સાથે પહોંચતા હોય છે ત્યારે જો ખોટા પ્રોજેક્ટ પર મંજુરીની મહોર લાગી જાય તો મોટું નુકસાન ભોગવવાનું પણ થઈ શકે છે. આ એઆઈ મંત્રી કે અધિકારીને પ્રોજેક્ટ અંગેની જાણકારી આપતા તેમને પોતાના નિર્ણયથી પ્રોજેક્ટની યોગ્યતા અને અયોગ્યતા અંગે જાણકારી મળશે. કારણ કે એઆઈમાં ગુજરાત અને દુનિયાભરની માહિતી હોય છે. જે માહિતી નિર્ણય લેવા માટે ઉપયોગી બની શકે છે. આ માટે કાર્યાલયના બે અધિકારીને તાલીમ પણ આપવામાં આવશે. ઉપરાંત મંત્રી પોતાના વિભાગમાં થતી કામગીરી અંગે પણ જાણકારી મેળવી શકશે.

    follow whatsapp