અમદાવાદઃ બનાસકાંઠાની બાળકી માટે અમદાવાદના ડોકટર દેવદૂત બનીને આવ્યાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાંથી એક ખેડૂત પુત્રી જન્મજાત ખૂંધની બિમારીથી પિડાઇ રહી હતી. જોકે અમદાવાદના તબીબોએ આ અઘરું ઓપરેશન સફળ બનાવ્યું હતું. આખરે તેમની મહેનત રંગ લાવી હતી અને બસ બાળકીની એક પ્યારી સ્માઈલ જોઈ તેમણે પણ પોતાની મહેનત અને આવડતના કારણે બાળકીનું જીવન સુધર્યાનો આનંદ અનુભવ્યો હતો.
ADVERTISEMENT
બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાંથી એક ખેડૂત પુત્રી જન્મજાત ખૂંધની બિમારીથી પિડાઇ રહી હતી. તેણે સંખ્યાબંધ તબીબોનો સંપર્ક સાધ્યો હતો પરંતુ ઉકેલ આવ્યો ન હતો અને ખૂંધ વધતા તે હેરાન પરેશાન થઇ ગઇ હતી. ત્યારે તે પૂર્વ સિવિલ સુપરિટેન્ડેન્ટ અને જાણીતા સ્પાઇન સર્જન ડો.જે.પી.મોદીને મળી હતી. ડો.મોદીએ બાળકીની ઝટીલ સર્જરી કરી તેને 15 વર્ષની પીડાથી મુક્ત કરી છે.
કચ્છઃ કંડલા HPCL પેટ્રોલ હાઈસ્પીડ લાઈનમાં કાણું કરી ચોરી કરવામાં લાગી ભયાનક આગઃ Videos
દીકરીની પીડા જોઈ માતા-પિતા હતા ચિંતામાં
બનાસકાંઠાના નાના ગામડામાં જન્મેલી ગરીબ ખેડૂત પરિવારની દીકરી જીજ્ઞાને નાનપણથી જ ડોર્સોલમ્બર કાયફોસિસ થયો હતો. જેને મણકામાં ટી.બીનું ઇન્ફેક્શન અથવા જન્મજાત ખૂંધ તરીકે ઓળખ વામાં આવે છે. આ બિમારીના કારણે ધીરે ધીરે ખૂંધ બહાર નીકળવા લાગી હતી. જેના કારણે તેને રોજીંદા જીવનમાં હાલીકીનો સામનો કરવો પડતો હોય છે. જીજ્ઞા બે વર્ષની હતી ત્યારથી ખૂંધ હતી. જે ધીરે ધીરે ઉંમરની સાથે વધતી ગઈ, જેથી તેની તકલીફોમાં વધારો થતો ગયો હતો. જેના કારણે જિજ્ઞાંને ટટ્ટાર ચાલવામાં, સીધા સુવામાં તકલીફો થવા લાગી હતી. જિજ્ઞાની તકલીફોને કારણે તેના માતા પિતા પણ ચિંતામાં મુકાયા હતા.
કરોડરજ્જુ પર સર્જાતુ હતું દબાણ
માતા પિતા દ્વારા દીકરીની યોગ્ય સારવાર કરવાનું નક્કી કર્યું હતું. જો કે, માસિક 7 હજાર કમાતા પિતાએ દીકરીની તકલીફો દૂર કરવા તબીબો પાસે લઈ જવાનું નક્કી કર્યું.પહેલા તેવો બનાસકાંઠાની ખાનગી હોસ્પિટલોમાં લઇ ગયા જ્યાં તેમને ધાનેરા, પાલનપુર અને ડીસાની હોસ્પિટલોમાં બતાવ્યું પરંતુ તેમને ત્યાં યોગ્ય પરિણામ ન મળતા તેવો દીકરીને લઈ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા હતા જ્યાં પણ તેઓને સંતોષ કારક સારવાર ન મળતા અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પુર્વ સુપરિટેન્ડેન્ટ અને ગુજરાતના જાણીતા સ્પાઈન સર્જન ડો.જે.વી.મોદી પાસે પહોચવાની સલાહ મળતા તેઓ તાત્કાલીક ડો. મોદી પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક તપાસ કરતા કરોડરજ્જુની “દોરસોલંબર કાયફોસિસ” નામની બીમારી હોવાનું જાણવા મળ્યું હતું. પીઠના ભાગે 90 ડિગ્રી અંશે ખુંધ થઈ જતાં તેના કરોડરજ્જુ પર દબાણ સર્જાતું હતું. જેને લઇ ડૉ.જે.વી.મોદી અને તેમની ટીમે સગીરાની સફળ સર્જરી કરી પીડા મુક્ત કરી હતી.
સિદ્ધપુર પાઈપલાઈનમાં મળેલા મૃતદેહના ટુકડા સાથે લવીનાનો દેહ પહોંચ્યો ઘરેઃ પરિવાર શોકમાં
આ અંગે ડો. જે.વી.મોદીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ડોર્સોલમ્બર કાઇફોસીસ જન્મજાત અથવા તો નાની વયે મણકામાં ટી.બીના કારણે મણકાના આગળના ભાગનો વિકાશ અટકી જાય છે. જેથી પાછળનો વિકાસ ચાલુ રહે છે જેના કારણે ખૂંધ થાય છે અને બહાર આવતી હોય છે. જેના કારણે દર્દીને રોજીંદા કાર્યો કરવા સહિતની તકલીફો ઊભી થયા છે. પરંતુ જટીલ સર્જરી દ્વારા તેને દૂર કરી શકાય છે. જીજ્ઞા અને તેનો પરિવાર સર્જરી બાદ ખુશ છે અને થોડા દિવસો બાદ તે સામાન્ય વ્યક્તિની જેમ પોતાના કામો કરી શકશે.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)
ADVERTISEMENT