પતિ-પત્ની વચ્ચેના ઝઘડાને ઉકેલવામાં વ્યસ્ત ગુજરાતની 181 હેલ્પલાઈન, મોબાઈલ ફોન બની રહ્યું છે કારણ

Gujarat Abhayam 181 Women Helpline: એક તરફ લોકો ઘરે બેઠા જ મોબાઈલ ફોન દ્વારા તેમના મિત્રો, સગા-સંબંધીઓ, પરિવાર સભ્યોના ખબર અંતર પૂછે છે. તો બીજી…

gujarattak
follow google news

Gujarat Abhayam 181 Women Helpline: એક તરફ લોકો ઘરે બેઠા જ મોબાઈલ ફોન દ્વારા તેમના મિત્રો, સગા-સંબંધીઓ, પરિવાર સભ્યોના ખબર અંતર પૂછે છે. તો બીજી તરફ મોબાઈલના કારણે દંપત્તી વચ્ચેનું અંતર પણ વધી રહ્યું છે. કેટલાક લોકો ફોનનો સારી રીતે ઉપયોગ કરે છે તો કેટલાક ખોટી રીતે. આ સમયે વડીલો અને નાના બાળકોના હાથમાં પણ મોબાઈલ જોવા મળે છે. લોકો મોબાઈલ પર જ વધુ સમય વિતાવી રહ્યા છે, જેના કારણે ઘરોમાં લડાઈ-ઝઘડાના કિસ્સા વધી રહ્યા છે. ગુજરાતની હેલ્પલાઈન 181 પણ પતિ-પત્ની વચ્ચેની તૂ-તૂ-મે-મે અને ઝઘડા ઉકેલવામાં વસ્ત છે.

મોબાઈલના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતમાં મહિલાઓ માટે વર્ષ 2014થી 181 અભયમ હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી હતી. આ હેલ્પલાઈન પર રવિવારે એક ફોન કોલ આવ્યો. ફોન પર એક મહિલા બોલી રહી હતી. અમદાવાદમાં રહેતી મહિલાએ ફોન પર કહ્યું કે ‘હેલ્લો, ઝઘડો થયા બાદ મારા પતિએ મને માર માર્યો.’ મહિલા સાથે ફોન પર વાત કર્યા બાદ અભયમની ટીમ સ્થળ પર પહોંચી અને બંનેની વાતને ધ્યાનથી સાંભળી તો જાણવા મળ્યું કે તેમની વચ્ચે ઝઘડાનું એકમાત્ર કારણ મોબાઈલ ફોન હતો.

રાતે પતિનો ફોન ચેક કરતી હતી મહિલા

અભયમના કાઉન્સેલરે કહ્યું કે, મહિલા દરરોજ રાત્રે તેના પતિનો મોબાઈલ ચેક કરતી હતી. તે આખી રાત જાગીને ફોનના મેસેજ, સોશિયલ મીડિયા પોસ્ટ, કોલ હિસ્ટ્રી ચેક કરતી હતી. આ સિલસિલો છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો હતો. આ કારણે મહિલાને રાત્રે સારી રીતે ઉંઘ પણ આવી શકતી ન હતી, જેના કારણે તેની ઉંઘ પણ પૂરી થઈ શકતી નહોતી. આ પછી મહિલા સવારે ઉઠીને કોઈ ફોન કે મેસેજને લઈને કોઈ મુદ્દો ઉઠાવતી અને તેના પતિ સાથે ઝઘડો કરતી હતી.

2.5 ગણા વધ્યા ફોનના કારણે ઝઘડા

કાઉન્સેલરે કહ્યું કે, પતિએ તેની પત્નીને ઘણીવાર સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માનતી નહોતી. અંતે કાઉન્સેલરે પતિને કહ્યું કે પત્ની સાથે મારપીટ ન કરવા કહ્યું અને તેમણે મહિલાને કારણ વગર ઝઘડા કરવાની મનાઈ કરી. આ મામલો તો માત્ર એક જ ઉદાહરણ છે. અભયમ હેલ્પલાઈનના આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા 5 વર્ષમાં મોબાઈલ ફોનના કારણે દંપત્તી વચ્ચે ઝઘડાના કિસ્સા 2.5 ગણા વધી ગયા છે.

    follow whatsapp