નવી દિલ્હી : ગોપાલ ઇટાલિયાને નવી દિલ્હી પોલીસ દ્વારા પ્રાથમિક પુછપરછ કર્યા બાદ મુક્ત કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉળ્લેખનીય છે કે, ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેઓને આજે 3 કલાક લાંબી પુછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા પંચ દ્વારા ગોપાલ ઇટાલિયાને પુછપરછ માટે બોલાવ્યા હતા. જ્યાં તેમની વડાપ્રધાન અંગે મનફાવે તેવા શબ્દોનો ઉપયોગ કરવા બદલ પુછપરછ પરછ માટે બોલાવ્યા હતા. જો કે ત્યાર બાદ અચાનક તેમની અટકાયત દિલ્હી પોલીસે કરી લીધી હતી.
પોલીસ દ્વારા જો કે 3 કલાક પુછપરછ કર્યા બાદ તેને છોડી મુકાયા હતા. આ અંગે પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ એક સામાન્ય પુછપરછ હતી. ધરપકડ પણ નથી થઇ કે કોઇ ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી. આજની પુછપરછ પુર્ણ થઇ છે અને ટુંક જ સમયમાં અમે તેને મુક્ત કરીશું.
ADVERTISEMENT