મહીસાગર : જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ છાણી ખાતુ ડામોરની મુવાડી ગામે મહિલાને ગોળી વાગવાની ઘટના બની છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મણીબેન રાયસિંગભાઈ રાવળ નામની મહિલા તેના ગામની પાસે આવેલ જંગલ વિસ્તારમાં લાકડા વીણવા માટે ગઈ હતી. ત્યારે અચાનક ક્યાંકથી ભડાકો થયો હતો અને મહિલાને ગોળી વાગી ગઇ હતી. થોડા સમય માટે તો કોઇને કંઇ પણ ખબર પડી નહોતી. જો કે થોડી તપાસ કર્યા બાદા ખબર પડી હતી કે, સમયે ડુક્કર (ભૂંડ)નો શિકાર કરવા માટે આવેલ ટોળકીએ ગોળી ચલાવી હોવાનું હાલ અનુમાન છે.
ADVERTISEMENT
મહિલાને ગોળી વાગતા કમરના ભાગે ગંભીર ઇજા થઇ છે ત્યારે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી ઘાયલ મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. મહિલાને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેને લુણાવાડાની સરકારી હોસ્પિટલમાંથી ગોધરા રીફર કરવામાં આવી હતી ત્યારે બાદ વડોદરા ખસેડાઇ છે. સમગ્ર મામલે મહીસાગર ડીવાયએસપી પી.એસ.વળવી સહિત બાકોર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ઘટના સ્થળેથી ડુક્કર (ભૂંડ) નો પણ મૃતદેહ મળી આવ્યો હતો. જેથી હાલ શિકારી ટોળકી દ્વારા ગોળી ચલાવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.શિકારી ટોળકી અન્ય કોઇ જંગલી જનાવરનો શિકાર કરવા માટે તો નથી આવીને તે અંગે તપાસ કરી રહી છે. જો કે હજી સુધી પોલીસને કોઇ સાચી કે યોગ્ય માહિતી મળી શકી નથી.
ADVERTISEMENT