Breaking News: ચૂંટણી માહોલ વચ્ચે 35 IPS અધિકારીઓની બઢતી અને બદલી, જુઓ લિસ્ટ

IPS Transfer: ગુજરાતમાં IPS અધિકારીઓના પોસ્ટીંગને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના 35 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

IPS Transfer

ગુજરાતના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર

follow google news

IPS Transfer: ગુજરાતમાં IPS અધિકારીઓના પોસ્ટીંગને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના 35  IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અને પ્રમોશનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, વડોદરાના નરસિમ્હા કોમર, સુરત રેન્જના આઈજી પ્રેમવીરસિંહ અને ચૈતન્ય માંડલીકનું પોસ્ટિંગ છે. જે.આર.મોથલિયા અમદાવાદ રેન્જના આઈજી  અને ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ આઈજી તો ઈમ્તિયાઝ શેખને છોટાઉદેપુરના SP બનાવાયા  છે. 


અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.

 

 

    follow whatsapp