ભરૂચ : રાજ્યમાં ગુનેગારો બેફામ બન્યા છે. પોલીસનો કોઇ ડર ન હોય તે પ્રકારે ગુનાઓ આચરે છે. જો કે ગાંધીના ગુજરાતમાં એક ખુબ જ શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એકવાર મહિલા સલામતીના બણગા ફૂંકાતી પોલીસની પોલ વધારે એક વખત ખુલી ગઇ છે. ભરૂચના એક ફાર્મ હાઉસમાં બે બહેનોને નશાના ઇન્જેક્શન આપીને બંન્ને પર દુષ્કર્મ આચરવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. જેના કારણે પોલીસ અને વ્યવસ્થા સામે સવાલો પેદા થઇ રહ્યા છે.
ADVERTISEMENT
જંબુસરકાંડનો વીડિયો વાયરલ થતા ચકચાર
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાંથી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં બે બહેનોને ફાર્મહાઉસ પર બોલાવી નશીલા ઇન્જેક્શન આપવામાં આવે છે. નરાધમ જ્યારે આ ઇન્જેક્શન લઇ રહ્યા છે ત્યારનો વીડિયો લેવાયો છે. દુષ્કર્મની ઘટના બાદ સોશિયલ મીડિયામાં હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેના પગલે પોલીસતંત્ર દોડતું થયું છે.
વીડિયોમાં યુવતીઓને નશીલા પદાર્થોના ઇન્જેક્શન અપાઇ રહ્યા છે
વીડિયોમાં નરાધમે બે યુવતીઓને પોતાના હાથે નશીલા પદાર્શનું ઇન્જેક્શન આપી રહ્યા છે. નશાકારક ઇન્જેક્શન આપીને બે બહેનો પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની રહીછે. બંન્ને બહેનોનું અપહરણ કરીને ફાર્મ હાઉસ લઇ જવાઇ હતી. જ્યાં બંન્નેને નશાના ઇન્જેક્શન આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે.
કોંગ્રેસે ભાજપ સરકાર અને ગૃહમંત્રાલય પર કર્યા ગંભીર આક્ષેપ
ઘટના પ્રકાશમાં આવતા હાલ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. પીડિતા દ્વારા સમગ્ર મામલે જંબુસર પોલીસે ચાર શખ્સો સામે ગુનો દાખલ કરીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હાલ બે આરોપીઓ ફરાર છે. આ અંગે કોંગ્રેસ દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપ કરાયા છે. મનીષ દોશીએ જણાવ્યું કે, ગૃહ વિભાગ આ મામલે તાત્કાલિક પગલાઓ ભરે. સરકાર સુરક્ષાના માત્ર બણગા જ ફુંકે છે. હાલ રાજ્યનો ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ચુક્યું છે. રાજ્યમાં બેફામ ડ્રગ્સ વેચાઇ રહ્યું છે. રાજ્યની બહેન દિકરીઓ સલામત નથી. પોલીસ ક્યારે આ લોકો વિરુદ્ધ પગલા ભરશે.
હર્ષ સંઘવીએ પોલીસ અને પોતાના વિભાગનો લુલો બચાવ કર્યો
આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. સંઘવીએ જણાવ્યું કે, પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. ફરાર આરોપીઓને પોલીસ શોધી રહી છે. આરોપી સામે કડક કાર્યવાહી કરીને પગલા લેવામાં આવે તે ખુબ જ જરૂરી છે.
ADVERTISEMENT