રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો ત્યારે આજે ફરી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં 947 લોકો સંક્રમિત થયા છે. જ્યારે આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે 1198 દર્દીઓ સાજા થયા છે આ સાથે જ મૃત્યુ આંકે તંત્રની ચિંતા વધારી છે આજે 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
ADVERTISEMENT
રાજ્યમાં કોરોનાના કેસમાંઆજે વધારો થયો છે ત્યારે રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 3,83,954 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,82,48,261 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ 5992 એક્ટિવ કેસ છે જ્યારે 22 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10975 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ 1242561 લોકો ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98. 65 છે જ્યારે 18 થી 59 વર્ષ સુધીના લોકો માટે પ્રિકોશન ડોઝ છેલ્લા 24 કલાકમાં 327960 ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે જ 118248261 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે. રાજ્યમાં છોટાઉદેપુર, ડાંગ, બોટાદ, નર્મદા, દેવભૂમિ દ્વારકા અને દાહોદમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે ગાંધીનગર કોર્પોરેશન, મોરબી અને અમદાવાદ કોર્પોરેશનમાં એક એક દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.
ADVERTISEMENT