Surat : સ્ટેટ GST વિભાગની ટીમો દ્વારા આજે વહેલી સવારે સુરતના તાંબાના વેપાર સાથે સંકળાયેલી પેઢીના 21 જેટલા સ્થળો પર અચાનક દરોડા પાડ્યા હતા. અચાનક પડેલા દરોડામાં કાર્યવાહી લાંબા સમય સુધી ચાલી હતી. તપાસના અંતે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા
સ્ટેટ જીએસટી દ્વારા પડાયેલા દરોડામાં સુરતના કેટલાક સ્થળો પર વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તાંબાના વેપાર સાથે સંકળાયેલી 9 પેઢીના 21 સ્થળો પર દરોડા પડ્યા હતા. સ્ટેટ જીએસટી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં 670 કરોડ રૂપિયાનાં બોગસ બિલના આધારે રૂપિયા 120 કરોડ રૂપિયાની ખોટી વેરાશાખ ભોગવી હતી.
તાંબાના વેપારીઓ નકલી બિલના આધારે સરકારને ચુનો લગાવતા
સુરતના તાંબાના વેપાર સાથે સંકળાયેલી 9 પેઢીના માલિકો દ્વારા નકલી બિલના આધારે રૂપિયા 120 કરોડ રૂપિયાની ખોટી વેરાશાખ ભોગવી હોવાની માહિતી જીએસટી વિભાગના ધ્યાને આવી હતી. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 3 વ્યાપારી કપીલ કોઠારી, ધર્મેશ કોઠારી અને હિતેશ કોઠારી નામના વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે જીએસટી વિભાગ દ્વારા હજી સુધી વધારે કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી.
ADVERTISEMENT