- GSSSB એડ નંબર 212 માટેની ભરતીના પદોમાં કરવામાં આવ્યો વધારો
- 4300 નહીં 5200 જગ્યા પર હાથ ધરવામાં આવશે ભરતી પ્રક્રિયા
- જુનીયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં 898 કરાયો વધારો
GSSSB exam: સરકારી નોકરીની તૈયારી કરતાં નવયુવાનો માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માટે 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરી હતી જેમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે.હવે 4300 નહીં 5200 જગ્યા પર આ ભરતી કરવામાં આવશે. જુનીયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં 898 વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થવાની છે.
ADVERTISEMENT
ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા પદ્ધતિમાં કર્યો છે ફેરફાર
ભરતી પ્રક્રિયામાં વારંવાર થતી ગેરરીતિ અટકાવવા માટે તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા કોમ્પ્યુટર આધારિત લેવામાં આવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે ગ્રુપ-A અને ગ્રુપ B એ રીતે પોસ્ટને અલગ ગ્રુપમાં વહેંચણી કરી દેવામાં આવી છે. જેમાં બંનેમાં પ્રિલિમ પછી મેન્સ પરીક્ષા પણ લેવામાં આવશે તેના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
ADVERTISEMENT