GSSSB Exam: જુનિયર ક્લાર્ક સહિતની વર્ગ-3ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર, જુઓ શિફ્ટ સહિત સંપૂર્ણ માહિતી

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વહીવટી કારણોસર તા. 06/05/2024 અને તા. 07/05/2024 ની પરીક્ષાને અન્ય બે દિવસ તા. 15/04/2024 અને તા. 09/05/2024 ના રોજ રાખવામાં આવેલ છે.

GSSSB Clerk Call Letter 2024

પરીક્ષાનો કાર્યક્રમ

follow google news

GSSSB Clerk Call Letter 2024: જુનિયર ક્લાર્ક સહિતની કેડરની પહેલી એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા માટેના કોલ લેટર આવતીકાલ એટલે કે 31/03/2024 ના રાત્રીના 23:59 સુધી ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Group-A and Group-B Combined Competitive Examination) અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

 
પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વહીવટી કારણોસર તા. 06/05/2024 અને તા. 07/05/2024 ની પરીક્ષાને અન્ય બે દિવસ તા. 15/04/2024 અને તા. 09/05/2024 ના રોજ રાખવામાં આવેલ છે. તદ્દઉપરાંત પરીક્ષાની શિફ્ટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે. આ પરીક્ષા 4 શિફ્ટમાં લેવામાં આવશે, જોકે તારીખ 13/04/2024 ના રોજ એક જ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે.    

આ પણ વાંચો:- વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ માટે કૉલ લેટર જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

પરીક્ષાનો કાર્યક્રમ

પરીક્ષાનો સમયગાળો તા. 01/04/2024 થી તા. 09/05/2024 દરમિયાન
પરીક્ષા પધ્ધતિ  CBRT (Computer Based Response Test)
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ તા.27/03/2024 ના રોજ 02:00 31/03/2024 ના રાત્રીના 23:59 સુધી

    follow whatsapp