GSRTC ના કર્મચારીઓ પણ સરકારી લાભો મેળવવા મેદાને, સરેરાશ 3 હજાર જ મળે છે પેન્શન

વિરેન જોશી/મહીસાગર : હવે એસટી વિભાગ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના એસટી બસ વિભાગના નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન વધારો કરવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.…

gujarattak
follow google news

વિરેન જોશી/મહીસાગર : હવે એસટી વિભાગ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના એસટી બસ વિભાગના નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન વધારો કરવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત રાજ્યમાં એસટી વિભાગના (GSRTC) તમામ નિવૃત કર્મચારીઓને પેન્શન સ્કીમ – EPS 95 થી લાગુ કરેલ છે. જે ફકત મર્યાદિત ક્ષેત્ર એટલે કે 700 થી 1200 સુધીનું ચુકવવામાં આવે છે.

સરકારી કર્મચારી નથી ગણાતા બોર્ડ નિગમના કર્મચારી
સ૨કા૨ના નાના – મોટા તમામ વિભાગોમાં ફ૨જ બજાવતાં કર્મચારીઓને વખતો-વખત લાગુ થતાં લાભો ટી.એ. તથા ડી.એ. જેવા મોંઘવારીના લાભો મોંઘવારીને ધ્યાને લઈ આપવામાં આવે છે. પરંતુ ગુજરાત એસ.ટી. વિભાગના નિવૃત્ત કર્મચારીઓને આ અંગેના કોઈપણ લાભો આપવામાં આવતા નથી.

પેંશનના નામે ખુબ જ સામાન્ય રકમ ચુકવાય છે
માત્ર 700 થી 1200 સુધીનું પેન્શન ચુકવાય છે. ગુજરાત એસ.ટી. કોર્પોરેશન જે ઓલ ઈન્ડીયામાં સારામાં સારું સુગમ વહીવટ ધરાવતું મોટામાં મોટું કોર્પોરેશન છે. આ ઉપરાંત આ કોર્પોરેશનમાંથી નિવૃત થયેલ કર્મચારી ભાઈઓએ ઉત્સાહપૂર્વક સોંપેલી ફ૨જ નિભાવે છે. તેમ છતાં પણ આનો કોઈ જ લાભ આ કર્મચારીઓને આપવામાં આવતો નથી. આ બાબતે પેન્શનમાં વધારો કરવા બાબતે લાગતા વળગતા તમામ અધિકારીઓ તથા પદાધિકારીઓને વારંવા૨ ૨જુઆતો કરવા છતાં હજુ સુધી નિવૃત્ત કર્મચારીઓને સંતોષકારક કોઈપણ જવાબ મળેલ નથી.

વધતી મોંઘવારી વચ્ચે તેમને પણ સરકારી કર્મચારી જેવા લાભ મળે તેવી માગ
ત્યારે વધતી મોંઘવારી સામે ટકી રહેવા માટે મળતા પેન્શનમાં વધારો થાય તો પેન્શનરોના જીવન નિર્વાહમાં સુગમતા રહે તે ઉદેશથી ગુજરાત મજદૂર યુનિયન મહેસાણા દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને મહીસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં નિવૃત્ત એસટીના કર્મચારીઓ પ્લેકાર્ડ સાથે જિલ્લા કલેકટર ઓફિસે આવ્યા હતા.

    follow whatsapp