GSEB 10th Result 2024 Topper: ધ્રુવ ભટ્ટની માર્કશીટ જોઈને ચોંકી જશો, આને કહેવાય મહેનતનું ફળ

Gujarat Board 10th Result 2024 Topper: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આજે ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ધ્રુવ ભટ્ટની મહેનત રંગ લાવી

Gujarat Board 10th Result 2024 Topper

follow google news

Gujarat Board 10th Result 2024 Topper:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આજે ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતનું 82.56 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું 87.22% આવ્યું છે. તો સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનું  74.57% આવ્યું છે. આ વખતે પણ છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી લીધી છે. આ વખતે વિદ્યાર્થીઓનું 79.12 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે વિદ્યાર્થિનીઓનું 86.69 ટકા પરિણામ આવ્યું છે. 

વડોદરાના ધ્રુવે વધાર્યું પરિવારનું ગૌરવ

આ વખતે વડોદરા (Vadodara 10th result )નું 77.20 ટકા પરિણામ આવ્યું છે. વડોદરાનું ગત વર્ષ કરતા 15 ટકા વધારે પરિણામ આવ્યું છે. વડોદરાની જય અંબે વિદ્યાલયના ધ્રુવ ભટ્ટ (Dhruv Bhatt)એ પરિવાર અને સ્કૂલનું ગૌરવ વધારી દીધું છે. ધ્રુવ ભટ્ટને 99.89 ટકા પરસન્ટાઈલ આવ્યા છે. આ સફળતાનો શ્રેય તેણે શિક્ષકો અને માતા-પિતાને આપ્યું છે. તેણે જણાવ્યું કે, તેણે ધો.10ની શરૂઆતથી સોશિયલ મીડિયાનો અને મોબાઈલનો ઉપયોગ બંધ કરી દીધો હતો.

મોબાઈલનો ઉપયોગ કરી દીધો હતો બંધ

ધ્રુવ ભટ્ટે કહ્યું કે, તે દરરોજ પૂરતી ઊંઘ લેતો હતો અને દરરોજ રીવીઝન પણ કરતો હતો. સાથે રાત્રે પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરતો હતો. તેણે જણાવ્યું કે, મારા પરિણામમાં શાળાનો સારો સપોર્ટ રહ્યો છે. યુનિટ ટેસ્ટ અને અંતિમ મહિનાઓમાં રોજ રીવીઝન ચાલતું હતું. 

આ પણ વાંચોઃ Gujarat Board 10th result 2024 topper marksheet: ધ્વનિનો ધો. 10 કમાલ, મેળવ્યા 99.28 પર્સેન્ટાઇલ, જુઓ માર્કસશીટ

 

મારે ઈસરોમાં નોકરી કરવી છેઃ ધ્રુવ ભટ્ટ

ભવિષ્ય વિશે વાત કરતા તેણે જણાવ્યું કે, હું હવે વિજ્ઞાન પ્રવાહમાં જઈને એન્જિનિયર બનવા માગું છું અને વૈજ્ઞાનિક બનીને ઈસરોમાં જવા માગું છું.

ગ્રેડ મુજબ ધોરણ -10નું પરિણામ

  • A1 ગ્રેડમાં 23,247 વિદ્યાર્થી
  • A2 ગ્રેડમાં 78,893 વિદ્યાર્થી
  • B1 ગ્રેડમાં 1,18,710 વિદ્યાર્થી
  • B2 ગ્રેડમાં 1,43894 વિદ્યાર્થી
  • C1 ગ્રેડમાં 1,34,432 વિદ્યાર્થી
  • C2 ગ્રેડમાં 72,252 વિદ્યાર્થી
  • D ગ્રેડમાં 6,110 વિદ્યાર્થી
  • E1 ગ્રેડમાં 18 વિદ્યાર્થી

ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા

    follow whatsapp