ધનેશ પરમાર, બનાસકાંઠા: વિધાનસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ વાદ-વિવાદનો વંટોળ હજુ યથાવત છે. બનાસકાંઠાના ડીસામાં ચૂંટણીની અદાવત રાખી બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થતા આઠ લોકો ઈજાગ્રસ્ત છે. ઘટનાને પગલે 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર શરુ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ એકબીજા પ્રત્યેનો દ્રેષભાવ હજુ સમ્યો નથી. ચૂંટણીનો ખાર બે સમાજ વચ્ચે વેરઝેરનું કારણ બન્યો છે. બે સમાજ વચ્ચેની અથડામણમાં 8 લોકો ઘાયલ થયા છે.જેમાં આજે ડીસા તાલુકાના વાસડા ગામે ચૂંટણીની અદાવતમાં બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. મોડી સાંજે ઠાકોર અને માળી સમાજના લોકો વચ્ચે સામસામે ધારીયા,લાકડી જેવા તિક્ષ્ણ હથિયારો વડે મારામારી થતા બે મહિલાઓ સહિત આઠ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમજ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ચૂંટણીની અદાવતમાં અગાઉ પણ ઠાકોર અને માળી સમાજ વચ્ચે મારામારી થઈ હતી. બે દિવસ પહેલા જ બબાલ થઈ હતી. એ ઘટનાના પડઘા હજુ સમ્યા નથી. ત્યારે મામલો શાંત પડી ગયો હતો પરંતુ આજે ફરી એકવાર સામસામે મારામારી થઈ હોવાની ઘટના સર્જાઇ હતી .
અથડામણમાં ઈજાગ્રસ્તના નામ
1 .કલ્પેશ રામજીજી ટાંક
2.અણસીબેન રામજીજી ટાંક
3. ટીલાજી વરધાજી ટાંક
4. પ્રિન્સ મહેશભાઈ ટાંક
5 . ભમરીબેન ચેતનજી ઠાકોર
6 . પ્રતાપજી હકમાજી ઠાકોર
7. દિપક ચંદુજી ઠાકોર
8. એક અન્ય વ્યક્તિ
ADVERTISEMENT