સુરત: સુરતમાં રખડતા શ્વાનનો આતંકી દિવસેને દિવસે વધી રહ્યો છે. ક્યારેક નાના બાળકો તો ક્યારેક વૃદ્ધો પર શ્વાનના હુમલાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે હવે સુરતમાં નવી સિવિલ પીઠી ચોળેલી હાલતમાં વરરાજા હડકવા વિરોધી રસી લેવા પહોંચ્યા હતા. આ જોઈને ડોક્ટર્સ પણ ચોંકી ગયા હતા. યુવકના આજે જ લગ્ન છે અને આ પહેલા તે રસી લેવા પહોંચ્યો હતો.
ADVERTISEMENT
વિગતો મુજબ, સુરતના અમરોલીમાં કોસાડ આવાસ પાસે 6 દિવસ પહેલા ઘરની બહાર ઊભેલા યુવકને બે કૂતરાએ બચકા ભર્યા હતા. આ સાથે અન્ય બે લોકોને પણ શ્વાને બચકા ભર્યા હતા. જેથી યુવક સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસીના ઈન્જેક્શન લેવા પહોંચ્યો હતો. જેમાં ઈન્જેક્શનનો ડોઝ આજે આવતો હોવાથી યુવક પીઠી ચોળેલી હાલતમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. યુવકના આજે જ લગ્ન છે.
નોંધનીય છે કે, સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. રોજે રોજ લોકો શ્વાન કરડવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં નવી સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી સારવાર કેન્દ્ર અલગથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રોજ મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે આવતા હોય છે. એક બાજુ સુરત મહાનગર પાલિકા રખડતા શ્વાનના ખસીકરણ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરે છે, તેમ છતાં શ્વાનના કરડવાના બનાવો તેમને તેમ છે.
ADVERTISEMENT