ભુજ : વિધાનસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખુબ જ આક્રમક મોડમાં છે. ભાજપ કેટલાક મુદ્દે પાછુ પડી રહ્યું હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું છે. કેટલાક કિસ્સાઓમાં તો આપ દ્વારા એ મુદ્દો ઉપાડવામાં આવ્યો અને ત્યાર બાદ સરકારે તે મુદ્દે અનુસંધાન લઇને કામ અને નિર્ણયો કરવા પડ્યાં તેવું લાગ્યું. અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના અન્ય મંત્રીઓના ગુજરાતમાં ધક્કાઓ વધી રહ્યા છે. તેવામાં એકહથ્થુ રાજાશાહીમાં પણ લોકશાહીનો રંગ સાચાઅર્થમાં ચડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં ભાજપને મજબુત કરવા માટે સમગ્ર ભાજપ માટેના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
ADVERTISEMENT
કચ્છ પહેલા અમદાવાદમાં પણ ભવ્ય કાર્યક્રમ
વડાપ્રધાન મોદી 28 ઓગસ્ટે કચ્છના મહેમાન બનશે. આ અગાઉ તેઓ અમદાવાદમાં 27 તારીખે એક કાર્યક્રમ કરશે. ત્યાર બાદ 28 તારીખે કચ્છના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટે કચ્છની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. તેઓ ભુજ પહોંચી સ્મૃતિવનનું લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. આ સભામાં બે લાખ લોકો હાજર રહે તેવી શક્યતાઓને છે. જેના પગલે કચ્છ ભાજપ અને અન્ય સંબંધિત તંત્ર અત્યારથી કામે લાગી ચુક્યું છે. આ ઉપરાંત પીએમ મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનો ઇપ્રારંભ કરાવશે.
વડાપ્રધાનનો ઓગસ્ટની શરૂઆતમાં કાર્યક્રમ હતો તે રદ્દ રહ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કચ્છ પ્રવાસ પહેલા 25 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાત લેવાના છે. મુખ્યમંત્રી ભુજીયા સ્મૃતિ વનનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ નર્મદાના પાણી મોડકુબા સુધી વહેતા કરવાની આગોતરા તૈયારીઓની માહિતી મેળવશે. અગાઉ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પીએમ મોદીનો આ કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ કેટલાક કારણોથી તે રદ્દ રાખવો પડ્યો હતો. જો કે હવે 27 અને 28 ઓગસ્ટના રોજ PM મોદી ગુજરાત આવશે.
શું છે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ…
– 27 ઓગસ્ટે સાંજે અમદાવાદમાં પીએમ મોદીનો કાર્યક્રમ
– 28 ઓગસ્ટે પીએમ મોદીનો કચ્છ પ્રવાસ
– કચ્છમાં પીએમ મોદી જનસભાને સંબોધન કરશે
– 27 ઓગસ્ટે પીએમ મોદીનું અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે.
– અમદાવાદમાં એક જનસભાને પણ સંબોધન કરશે.
– 28 ઓગસ્ટે કચ્છમાં પીએમ મોદી સ્મૃતિ વનનું લોકાર્પણ કરશે.
– કચ્છમાં એક વિશાળ જનસભાને પણ સંબોધશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ચૂંટણીના વર્ષમાં છેલ્લા ચાર મહિનાથી સતત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જો કે આ વખતની મુલાકાતનું તેમનું સીધુ ફોક્સ કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેશે. બીજી તરફ વડાપ્રધાન મોદીની વારંવાર ગુજરાતની મુલાકાતને લઇને ભાજપના કાર્યકરોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT