બિપોરજોય વાવાઝોડાને પગલે GPSC એ લીધો મહત્વનો નિર્ણય, 19 જૂને લેવાનારી પરીક્ષા મોકૂફ

અમદાવાદ: ગુજરાતથી બિપોરજોય વાવાઝોડુ હવે ફક્ત 80 કિમી દૂર છે. આ દરમિયાન વાવાઝોડાને લઈને ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં TAT (s) ની પરીક્ષા બાદ…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતથી બિપોરજોય વાવાઝોડુ હવે ફક્ત 80 કિમી દૂર છે. આ દરમિયાન વાવાઝોડાને લઈને ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં TAT (s) ની પરીક્ષા બાદ હવે GPSC એ પણ પરીક્ષા મોકૂફ રાખી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. 19,21 અને 23 જૂનનાં રોજ મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ની પરીક્ષા (લેખિત) લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતું વાવાઝોડાને લઈને તા. 19 ના રોજ લેવાનારી પરીક્ષા (પેપર-1 અને 2) મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતથી વાવાઝોડુ 80 કિમી દૂર છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠા વાળા વિસ્તારમાં વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે. આ દરમિયાન GPSC દ્વારા વાવઝોડાને લઈ મહટાવનો નિર્ણય લીધો છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. 19,21 અને 23 જૂનનાં રોજ મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ની પરીક્ષા (લેખિત) લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતું વાવાઝોડાને લઈને તા. 19 ના રોજ લેવાનારી પરીક્ષા (પેપર-1 અને 2) મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે તા. 21 અને 23 જૂનનાં રોજ યોજાનાર પેપર 3,4 અને 5 ની પરીક્ષા યથાવત રાખવામાં આવેલ છે. તેમજ મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે.

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો સતત વધી રહ્યો છે. બીજી તરફ વાવાઝોડાને લઈને ગુજરાતમાં તંત્ર એક બાદ એક મોટા નિર્ણય લઈ રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં વધુ એક પરીક્ષા મોકૂફ રાખી છે. GPSC એ ટ્વિટ કરી પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

    follow whatsapp