GPSC dyso mains Postponed: ગુજરાત પર પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે. રવિવારે રાતથી જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. એવામાં GPSC દ્વારા લેવામાં આવતી DySO ની મુખ્ય પરીક્ષા મોકૂફ રખાઈ છે.
ADVERTISEMENT
DySO ની મુખ્ય પરીક્ષા
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ગ -3 પ્રિલિમ્સ 2023 નું પરિણામ 18/03/2024 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતુ. જેની પ્રથમિક કસોટી GPSC દ્વારા 15/10/2023 ના રોજ લેવામાં આવી હતી. એવામાં GPSC દ્વારા DySO ની મુખ્ય પરીક્ષાનો (DySO Mains Exam) કાર્યક્રમ અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો તે જ યથવાત રહેશે. જાહેરાત ક્રમાંક 42/2023-24 DySO પોસ્ટ માટેની મુખ્ય પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવશે. 28 ઓગસ્ટથી આ પરીક્ષા શરૂ થવાની હતી જેનો આગામી કાર્યક્રમ થોડા દિવસ બાદ જાહેર કરવામાં આવશે.
127 પોસ્ટ માટે યોજાશે મુખ્ય પરીક્ષા
નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-3 ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક : 42/2023-24 માટે તા.15/10/2023 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું પરિણામ તા.18/03/2024 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં કુલ-3342 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પાસ કરવામાં આવ્યા છે.
અંબાલાલ પટેલે પણ કરી ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, 28મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 30મી ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઈંચ વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ફરી 30 થી 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.
ADVERTISEMENT