GPSCએ 388 ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી, યુવાઓ માટે ક્લાસ 1-2 અધિકારી બનવાની તક

ગાંધીનગર: રાજ્યમાં સરકારી ભરતીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે મહત્વની ખબર સામે આવી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ક્લાસ 1 અને 2ની કુલ…

gujarattak
follow google news

ગાંધીનગર: રાજ્યમાં સરકારી ભરતીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે મહત્વની ખબર સામે આવી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ક્લાસ 1 અને 2ની કુલ 388 જેટલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં DySP, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સેક્શન અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી સહિતના પદો બહાર પાડવામાં આવ્યા છે.

અરજી ક્યારથી શરૂ થશે?
GPSCના નોટિફિકેશન મુજબ, ઉમેદવાર 24 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરી શકશે અને ઓનલાઈન અરજી માટેની છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર છે. ઓનલાઈન અરજી માટે ઓજસ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરવાના રહેશે. સાથે જ લાયકાત, ઉંમર, પગાર ધોરણ સહિતની માહિતી માટે ઉમેદવાર https://gpsc.gujarat.gov.in વેબસાઈટ પર જઈને માહિતી જોઈ શકે છે.

કુલ કેટલી જગ્યાઓ ભરવામાં આવશે?
GPSC દ્વારા જાહેરાતમાં કુલ 388 જેટલી જગ્યાઓ પર ભરતીનું નોટિફિકેશન બહાર પડાયું છે. જેમાં DySPની 24 જગ્યા, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ-2ની કુલ 98 જગ્યા, સેક્શન અધિકારી સચિવાલયની 25 જગ્યા, રાજ્ય વેરા અધિકારીની 67 જગ્યા, સરકારી શ્રમ અધિકારીની 28 જગ્યા, લઘુ ભુસ્તરશાસ્ત્રી વર્ગ-3ની 44 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

    follow whatsapp