- GPSC ના ઉમેદવારો માટે ખુશખબર
- GPSCએ 2024 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું
- સંભવિત 1625 જગ્યાઓ પર થશે ભરતી
ADVERTISEMENT
GPSC Recruitment 2024: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) 2024નું ભરતી કેલેન્ડર આજે જાહેર કર્યું છે. વર્ષ 2024 માટે GPSC વિવિધ 82 કેડરમાં 1625 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. જેમાં વર્ગ-1,2ની ભરતી માટે 164 જેટલી જગ્યા જાહેર કરવામાં આવી છે. આ પહેલા વર્ષ 2023માં વર્ગ-1,2ની 100 જગ્યા, 2022માં પણ 100 જગ્યા પર ભરતી જાહેર કરાઇ હતી. પરંતુ આ વર્ષે વર્ગ-1,2ની જગ્યાઓમાં વધારો થવાનો અંદાજ છે. આજે સરકાર તરફથી ભરતી માટે અંતિમ મંજૂરી બાદ આયોગ નવા વર્ષ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.
GSSSB પણ 5200 પદો પર કરશે ભરતી
આ સિવાય ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માટે 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરી હતી જેમાં હવે વધારો કરી દેવામાં આવ્યો હતો. હવે 4300 નહીં 5200 જગ્યા પર આ ભરતી કરવામાં આવશે. જુનીયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં 898 વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થવાની છે.
ADVERTISEMENT