ગાંધીનગર: રાજ્યમાં આવતા 36 કલાક ખૂબ ગંભીર ગણવામાં આવે છે. આ દરમિયાન વાવાઝોડાની અસર પોર્ટ, ટ્રેન, બસ સેવા, એરપોર્ટ, શાળા સહિત અનેક એકમો પર પડી છે. આ દરમિયાન સરકાર વાવાઝોડાને લઈ અનેક નિર્ણય લઈ રહી છે. ત્યારે આજે વહુ એક મહત્વનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી કરવામાં આવી રહી છે. આ જણસીની ખરીદી માટેનો સમયગાળો અગાઉ તા.15 જૂન-2023 સુધી નિયત કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં વાવાઝોડાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતોના હિતમાં આ મુદ્દત આગામી તા. 15 જુલાઈ-2023 લંબાવવામાં આવી છે. આ ઉપરાંત 14 જૂન-2023થી સૂચના ન મળે ત્યાં સુધી ટેકાના ભાવે ખરીદી મોકૂફ રાખવામાં આવી છે.
ADVERTISEMENT
રાજ્યમાં આવતી કાલે વાવાઝોડુ કહેર વરસાવશે. આ દરમિયાન સરકાર દ્વારા વાવાઝોડાથી ઓછું નુકશાન થાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં હાલ બિપરજોય વાવાઝોડાના કારણે ઉત્પન્ન થનાર સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના તમામ ખરીદ કેન્દ્રો અને ગોડાઉનો પર લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી તા. 14 જૂન-2023થી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી ખેડૂતોના હિતમાં હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં વાવાઝોડાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતોના હિતમાં આ મુદ્દત આગામી તા. 15 જુલાઈ-2023 લંબાવવામાં આવી છે.
રાજ્યમાં 47,113 લોકોનું સ્થળાંતર કરાયું
સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે અને બુધવાર સાંજ સુધીમાં આ કામગીરી 100 ટકા પૂર્ણ થવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 4462, કચ્છમાં 17,739 , જામનગરમાં 8542, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 1936 અને રાજકોટમાં 4497 મળી કુલ 47,113 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વાવાઝોડાને લઈ NDRF અને SDRF ની ટીમ તૈનાત
સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં NDRFની 18 અને SDRFની 12 ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં 6 , દેવભૂમિ દ્વારકામાં 3 , રાજકોટમાં 2 , જામનગરમાં 2 અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. જ્યારે SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે.
ADVERTISEMENT