સરકારે શિક્ષકોને આપી દિવાળીની ભેટ, જાણો શું લીધો નિર્ણય

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સરકાર કર્મચારીઓ માટે ધડાધડ નિર્ણય લેવા લાગી છે. આ દરમિયાન રાજ્ય સરકારના કર્મચારીઓ…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સરકાર કર્મચારીઓ માટે ધડાધડ નિર્ણય લેવા લાગી છે. આ દરમિયાન રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલા થઈ જશે આ સાથે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરી દેવામાં આવ્યો છે.

ગ્રેડ પે માં કર્યો સુધારો
ગુજરાત સરકારે શિક્ષકોને લઈ કરી મોટી જાહેરાત કરી છે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરી દેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરી ગ્રેડ પે 4200 કરવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી માહિતી આપી છે. પરિપત્ર જાહેર થતા દિવાળી પહેલા પ્રાથમિક શાળાના શિક્ષકોમાં ખુશીની લહેર વ્યાપી છે.

જાણો શું કર્યું ટ્વિટ
માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ. ૫૦૦૦-૮૦૦૦ (છઠ્ઠા પગાર મુજબ રૂ. ૯૩૦૦-૩૪,૮૦૦ ગ્રેડ પે ૪૨૦૦) મંજુર કરવા અંગે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.

છેલ્લાં ઘણા સમયથી પ્રાથમિક શિક્ષક સંઘ ગ્રેડ પેને લઇને લડત ચલાવી રહ્યાં હતા. ત્યારે પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પગાર ધોરણમાં એકરૂપતા રહે અને અગાઉ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે પાત્ર થયેલા શિક્ષકો અને ત્યારબાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે પાત્ર થયેલા શિક્ષકોના પગાર ધોરણમાં વિસંગતતા દૂર કરવાની બાબતે સરકાર વિચારતી હતી અને દિવાળી પહેલા ગ્રેડ પે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

    follow whatsapp