હાશકારો… સરકાર અને ઉમેદવારોની પરીક્ષા પૂર્ણ, જાણો શું કહ્યું યુવરાજસિંહે

અમદાવાદ: ટલ્લે ચડેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા વિના વિઘ્ન આવ્યે આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 7.28 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી…

gujarattak
follow google news

અમદાવાદ: ટલ્લે ચડેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા વિના વિઘ્ન આવ્યે આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 7.28 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. 32 જિલ્લામાં 500થી વધુ સ્ક્વૉડ રાખવામાં આવ્યા હતા. પેપર વધુ લાંબુ હોવાને કારણે ઉમેદવારોને સમય ઓછો પડ્યો હોવાનું જણાવા મળી રહ્યું છે. ત્યારે પરીક્ષા શાંત રીતે પૂર્ણ થતાં ઉમેદવારો સાથે વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો. ત્યારે કોઈ અણબનાવ ન બનતા યુવરાજસિંહે હસમુખ પટેલના વખાણ કર્યા છે.

રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. પરીક્ષા ખંડથી બહાર આવીને ઉમેદવારોએ કહ્યું કે સમય ઘટ્યો. પંચાયતી રાજ, જોડકા સહિત ઇતિહાસના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઇંગ્લિશ અને ગણિતના પ્રશ્નોમાં સમય વધારે બગડ્યો. મેરીટ નીચું રહેવાની શક્યતા ઉમેદવારોએ દર્શાવી છે. ત્યારે પરીક્ષાને લઈ યુવરાજસિંહે ટ્વિટ કર્યું છે.

જાણો શું કહ્યું ટ્વિટમાં
પરીક્ષા શાંતિથી પૂર્ણ થતાં જ યુવરાજસિંહે હસમુખ પટેલના વખાણ કરતું ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં તેમણે કહ્યું કે, જૂનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ. આદરણીય હસમુખ પટેલ સાહેબ દ્વારા ખૂબ સુંદર અને સફળ આયોજન વ્યવસ્થા. અત્યારસુધી તો કોઈ અનિચ્છનિય ઘટના બની હોઈ એવું લાગતું નથી, શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ પરીક્ષા. પેપર એકંદરે ન સરળ ન અઘરું એટલે કે મધ્યમ હોવાનો વિદ્યાર્થીઓનો મત. ગઈકાલે કરેલ ટકોર મુજબ જેમને ફોટામાં આપેલ વાતનું ધ્યાન રાખ્યું હસે એને મેરીટ માં ઈન થતાં કોઈ નહીં રોકી શકે.

    follow whatsapp