Gandhinagar News: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સ્માર્ટ મીટરને લઈને ચાલી રહેલા કકળાટ બાદ હવે સરકાર જાગી છે. ગુજરાતમાં ઠેર-ઠેર ફરિયાદો થયા બાદ હવે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ રાજ્યની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટરો લગાવી ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સ્માર્ટ મીટરે ભારે કરી! વડોદરામાં ભાડાના ઘરમાં રહેતા પરિવારને મળ્યું 9 લાખનું લાઈટ બિલ
ગુજરાતની સરકારી કચેરીઓમાં લગાવાશે સ્માર્ટ મીટર
ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે સરકાર વધુ ઘરોમાં સ્માર્ટ મીટર નહીં લગાવે. રાજ્યની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવીને ટેસ્ટિંગ કરશે. સરકારી ઓફિસોમાં પ્રયોગ સફળ ગયા પછી જ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.
કોઈ જબરદસ્તી કરાશે નહીંઃ જયપ્રકાશ શિવહરે
સ્માર્ટ મીટર લગાવવા મામલે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના MD જયપ્રકાશ શિવહરેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કોઈ જબરદસ્તી કરવામાં આવશે નહીં, લોકોના વિશ્વાસ જીતી અને પછી પ્રોજેક્ટ આગળ વધારીશું. સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લગાવીશું. સરકારી કચેરીમાં જૂનું અને સ્માર્ટ મીટર બન્ને ચાલુ રાખીશું. લોકોને સંતોષ થાય તે બાદ જ આગળ વધીશું.
આ પણ વાંચોઃ સ્માર્ટ વીજ મીટર પર વિરોધ વધતા ગુજરાત સરકારે નમતું જોખ્યું, તાત્કાલિક લીધો મોટો નિર્ણય
'મીટરમાં અપાય છે ઘણા ફીચર્સ'
તેઓએ જણાવ્યું છે કે, સસ્તા પાવર અને ડિસ્કાઉન્ટ આપી શકાય એવા ફિચર સ્માર્ટ મીટરમાં આવેલા છે. વીજ વપરાશ ઘરેથી મોબાઈલમાં જોઈ શકાય, મોબાઈલથી રિચાર્જ થઈ શકે એવી સુવિધા છે. મીટરમાં કોઇ ખામી નથી, ચકાસણી કર્યા બાદ જ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં હજુ સુધી 50,000 સ્માર્ટ મીટર લાગ્યા તેમાં કોઈ વાંધો નહતો, કદાચ કેટલાક લોકોને કોઈ ગેરસમજ હોઈ શકે છે. અમે લોકોનો વિશ્વાસ જીતીને જ આગળ વધીશું, જબરદસ્તીથી નહીં લગાવીએ.
ADVERTISEMENT