ગાંધીનગર: ગુજરાતમાં થેલેસેમિયાના વધતા કેસોને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. જે મુજબ લગ્નની નોંધણી વખતે પતિ અને પત્નીનું થેલેસેમિયાનું સર્ટિફિકેટ પણ સાથે જોડવું પડશે. આ સર્ટિફિકેટ માન્યતા પ્રાપ્ત તબીબ પાસેથી લઈને નોંધણીના દસ્તાવેજોની સાથે જોડવાનું રહેશે. આગામી દિવસોમાં આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
થેલેસેમિયા ગ્રસ્ત દંપતીથી થતા સંતાનને થેલેસેમિયા થવાનો શક્યતા
નોંધનીય છે કે, લગ્ન કરનારા પતિ અથવા પત્નીમાંથી કોઈને પણ થેલેસેમિયાનો રોગ હોય તો આવા દંપતીથી જન્મનારા બાળકને પણ થેલેસેમિયાની બીમારી થવાની શક્યતા 25 ટકા રહેલી છે. પુરુષ અને સ્ત્રી બંને થેલેસેમિયા માઈનર હોય તો બાળક થેલેસેમિયા મેજર જન્મે તેવી શક્યતા 50 ટકા રહેલી છે. આવા બાળકનું આયુષ્ય ઓછું હોય છે અને તે વધારે જીવી શકતા નથી.
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા)
ADVERTISEMENT