કાંકરેજમાં સરકારી શાળાની દીવાલ ધરાશાયી, 5 શ્રમજીવી દટાયા એકનું ઘટના સ્થળે જ મોત

ધનેશ પરમાર/પાલનપુર : બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજનાં અણદપુરા ગામે એક કરુણાંતિકા સર્જાઇ હતી. જેમાં એક જર્જરિત શાળાની દીવાલ પાડવા જતા આ દીવાલ ધડાકા સાથે ધરાશાઈ થઈ…

Government School Banaskantha

Government School Banaskantha

follow google news

ધનેશ પરમાર/પાલનપુર : બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજનાં અણદપુરા ગામે એક કરુણાંતિકા સર્જાઇ હતી. જેમાં એક જર્જરિત શાળાની દીવાલ પાડવા જતા આ દીવાલ ધડાકા સાથે ધરાશાઈ થઈ હતી. જેમાં કામ કરતાં પાંચ જેટલા શ્રમજીવી દટાઇ ગયા છે. જે પૈકી એક શ્રમજીવીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. હાલ તો આ મામલે થરા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. આ કરુણાંતિકામાં રાજસ્થાનના સિંગલ ગામના રહીશ શ્રમજીવી મુકેશ મેહજી મહીડાનું કરુંણ મોત નિપજ્યું છે.

પાંચ શ્રમજીવીઓ રિનોવેશનની કામગીરી કરી રહ્યા હતા
આ ગમખ્વાર અકસ્માત એવા સમયે થયો જ્યારે પાંચ જેટલા શ્રમજીવીઓ દીવાલ તોડવાની કામગીરી કરી રહ્યા હતા. જો કે શ્રમજીવીઓ કઈ સમજે તે પહેલા જ શાળાની દીવાલ અચાનક ઘસી પડી હતી. શ્રમજીવીઓ દીવાલ નીચે દટાયા હતા. જેમાં શ્રમજીવીઓ “બચાવો બચાવો ” ની બૂમો પાડવા લાગ્યા હતા. જેના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઉપરાંત સ્થાનિક તંત્રને પણ ઘટના અંગે માહિતી આપી હતી.

સ્થાનિકોની સુઝબુઝભરી કામગીરીથી ચાર શ્રમજીવીને બચાવી લેવાયા
સ્થાનિકો દ્વારા સુઝબુઝથી રાહત અને બચાવકામગીરી કરવામાં આવી હતી. જેમાં ચાર શ્રમજીવીઓનો આબાદ બચાવ થયો હતો. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક શ્રમજીવીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 108 ની ટીમે પણ સરાહનીય કામગીરી કરી હતી. હાલ તો આ મામલે થરા પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    follow whatsapp