Government Jobs Update: જો તમને સરકારી નોકરી જોઈએ છે, તો અમે તમારા માટે વિવિધ સરકારી નોકરીઓ વિશેની માહિતી લઈને આવ્યા છીએ, આ તમામ નોકરીઓ માટે જૂન મહિના સુધી અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. નોકરીની સુરક્ષા અને સારા પગારને કારણે ભારતના યુવાનો હજુ પણ સરકારી નોકરીઓને પ્રાથમિકતા આપે છે. સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે છે. એવામાં હાલ ચાલતી ભરતીઓ વિશેની માહિતી નીચે મુજબ છે.
ADVERTISEMENT
1. ગુજરાત હાઈકોર્ટમાં બમ્પર ભરતી
ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ II, ડેપ્યુટી સેક્શન ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર (આઈટી સેલ), કોર્ટ એટેન્ડન્ટ, કોર્ટ મેનેજર, પ્રોસેસ સર્વર અને અન્ય સહિત 1318 વિવિધ પોસ્ટ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ભરતી ઝુંબેશ હેઠળ, ગુજરાત હાઈકોર્ટ, જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને શ્રમ અદાલતોમાં જગ્યાઓ ભરવાની છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે gujrathighcourt.nic.in પર 15 જૂન 2024 અથવા તે પહેલાં ઑનલાઇન અરજી કરી શકે છે.
Gujarat high court માં બમ્પર ભરતી, ધો. 10 થી ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો માટે મોટી તક, જાણો સંપૂર્ણ માહિતી
2. ઇન્ડિયન એર ફોર્સમાં નોકરીની તક
ઇન્ડિયન એર ફોર્સ (IAF) એ સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in પર એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ 2 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ફ્લાઈંગ, ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ), ગ્રાઉન્ડ ડ્યૂટી (નોન-ટેક્નિકલ) અને ફ્લાઈંગ શાખા માટે કુલ 317 જગ્યાઓ ભરવાની અપેક્ષા છે. ઉમેદવારો 30મી મેથી ઓનલાઈન અરજી કરી શકે છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 28મી જૂન 2024 રહેશે.
Hardik Pandya ની પોસ્ટના કલાકો પછી નતાશાએ પણ કરી ક્રિપ્ટિક પોસ્ટ, ફરી શરૂ થઈ છૂટાછેડાની ચર્ચાઓ!
3. ભારતીય સેનામાં નોકરી મેળવી દેશસેવાની તક
ભારતીય સેનાએ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ મે (18-24) 2024 માં આર્મી ડેન્ટલ કોર્પ્સમાં શોર્ટ સર્વિસ કમિશન (ssc) માટે સૂચના બહાર પાડી હતી. ભરતી અભિયાન અંતર્ગત વિવિધ શાખાઓમાં કુલ 30 જગ્યાઓ ભરવાની છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે 05 જૂન 2024ના રોજ અથવા તે પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે. ભારતીય સેનાએ 52મી ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES) અભ્યાસક્રમો માટે ટૂંકી સૂચના બહાર પાડી છે. ઇન્ડિયન આર્મી TES 52 માટે અરજી ફોર્મ 13મી જૂન સુધી joinIndianarmy.nic.in પર ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT