અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી જાહેર કરવા બદલ ચૂંટણી કમિશનનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, એવું લાગતું હતું કે ભાજપ કદાચ ચૂંટણી નહીં થવા દે.
ADVERTISEMENT
ગોપાલ ઇટાલીયાએ ચૂંટણી કમિશનનો આભાર વ્યક્ત કરતાં તેમને કહ્યું કે હિંમત કરી ચૂંટણી જાહેર કરી, ગોપાલ ઇટાલીયાએ ટ્વિટ કરતાં કહ્યું કે, આદરણીય ચૂંટણીવાળા કાકા. પ્રચાર મંત્રીનો સમગ્ર કાર્યક્રમ પૂરો થતાંની સાથે જ એક પણ દિવસનો વિલંબ કર્યા વિના તરત જ ચૂંટણીની જાહેરાત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એવું લાગતું હતું કે ભાજપ કદાચ ચૂંટણી નહીં થવા દે, પરંતુ તમે હિંમત કરીને ગુજરાતમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી. દેશ તમારો આભારી રહેશે.
1 નવેમ્બરે પણ ચૂંટણી પંચને ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કરી કહ્યું હતું કે, 2જી તારીખે એટલે કે આવતીકાલે સાંજ સુધીમાં આદરણીય પ્રચાર મંત્રી અને ભાજપના તમામ રાજકીય કાર્યક્રમો પૂરા થઈ જશે, તો કૃપા કરીને તમે આવતીકાલે 3જી તારીખે ચૂંટણી જાહેર કરશોને પ્લીઝ ?
ADVERTISEMENT