ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસ ચોકીની સામે જ યુવકને ટોળાએ ઢોર માર માર્યો

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ભિલોડામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પ્રેમ પ્રસંગમાં જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. રોડ પર 10 જેટલા યુવકનું ટોળું આવી ગયું…

gujarattak
follow google news

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ભિલોડામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પ્રેમ પ્રસંગમાં જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. રોડ પર 10 જેટલા યુવકનું ટોળું આવી ગયું હતું અને એક છોકરાને કપડા ફાડીને માર માર્યો હતો. જેનો વીડિયો સ્થાનિક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધો હતો. જે સામે આવ્યા બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ભિલોડાના ભાણમેર ગામના યુવક પર 10 જેટલા યુવકનું ટોળું તૂટી પડે છે અને તેના કપડા ફાડીને માર મારી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, પ્રેમ પ્રસંગમાં આ મારામારીની ઘટના બની હતી. શાળા છૂટ્યા બાદ મારામારીનો આ બનાવ બન્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે ટાકાટૂકાની પોલીસ ચોકીની સામે જ યુવકને આ રીતે માર મારવામાં આવ્યો હતો. વીડિયોમાં પોલીસ કર્મચારી પણ જોવા મળી રહ્યા છે.

ત્યારે પોલીસની સામે જ આ રીતે અસામાજિક તત્વો જાહેરમાં મારામારી કરી રહ્યા છે. એવામાં પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ પહેલા પોરબંદરમાં પણ બે યુવક દ્વારા એક યુવકને નગ્ન કરીને જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી હતી.

    follow whatsapp