તલાટી મંત્રીઓ માટે ખુશીના સમાચાર! 2100 રૂપિયાનો પગાર વધારો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા સતત ચાલી રહેલા આંદોલનો વચ્ચે આજે એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં વધારો કરીને તેમને…

gujarattak
follow google news

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા સતત ચાલી રહેલા આંદોલનો વચ્ચે આજે એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં વધારો કરીને તેમને ખુશ કરીને આંદોલન ડામવાનો પ્રયાસ કર્યો છે. માસિક ભથ્થું અગાઉ 900 રૂપિયા મળતું હતું તે હવે વધારીને 3000 હજાર રૂપિયા કરી દીધું છે. જેથી આડકતરી રીતે તલાટીના પગારમાં 2100 રૂપિયાનો વધારો થઇ ગયો છે. જે પ્રકારે પોલીસને 3000 થી 5000 રૂપિયાનો વધારો આપ્યો તે પ્રકારે તલાટીઓને પણ 3 હજાર રૂપિયાનો વધારો અપાયો છે.

તલાટી મંત્રીઓનો ચૂંટણી સમયે ખુબ જ મહત્વનો રોલ
અત્રે ઉલ્લેખનીય છે કે, તલાટી મંત્રી ગ્રામ્ય કક્ષાએ ખુબ જ પ્રભુત્વ ધરાવતા હોય છે. ગામડાના લોકોને સૌથી વધારે તલાટી મંત્રીની જ કામગીરી પડતી હોય છે. આ ઉપરાંત સરકારની યોજનાઓને લાગુ કરવા અને કાર્યાન્વિત કરવા માટે તલાટી મંત્રી જ જવાબદાર હોય છે. તેવામાં ગ્રામ્ય સ્તરે તલાટી મંત્રીનું ચૂંટણી સમયે પણ ખુબ જ મહત્વ વધી જતું હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો તલાટી મંત્રી જીત કે હાર પણ પરોક્ષ પ્રચાર કરીને નક્કી કરી શકતો હોય છે.

તલાટી મહામંડળે સરકારને રજુઆત કરી હતી જે માન્ય રાખવામાં આવી
ગુજરાત સરકાર દ્વારા પંચાયતી તલાટી મહામંડળની રજુઆતને ધ્યાને રાખીને મંત્રીઓનાં પગારમાં 3000 હજારનો પગાર વધારો કર્યો છે. આ નિર્ણય આજ મહિનાથી લાગુ કરવામાં આવશે. જો કે આ મહિને આ પગાર વધારો મળશે કે કેમ તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી. જો કે સરકારના પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં ફરજ બજાવતા તમામ તલાટી મંત્રીઓને નિર્ણય લાગુ પડશે.

    follow whatsapp