Gujarat Police Recruitment 2024: પોલીસની તૈયારી કરનારા ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં 11 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરવાની છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આજે મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11,000 નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેમાં 597 PSI અને 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરવામાં આવશે. સાથે જ તેમણે ગૃહ રાજ્યમંત્રીએ છેલ્લા બે વર્ષમાં થયેલી ભરતીની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં કુલ 11,000 ભરતી થઈ છે. છેલ્લાં 2 વર્ષમાં 12,816 જગ્યા પર ભરતી થઈ છે.
ADVERTISEMENT
પોલીસ ભરતી માટે નવા નિયમ
આ વખતે પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગે ભરતીના નવા નિયમોની જાહેરાત કરી કરતા જાણકારી આપી હતી કે, સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં.
પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.
ADVERTISEMENT