‘હડતાળ શું? પાલિકાવાળાઓને મારવા, તોડફોડ કરવી જોઈએ’- પ્રભાતસિંહ ચૌહાણ- Video

ગોધરાઃ ગોધરા નગરપાલિકાના પેન્શનર્સના હડતાળ પછી તેમની સાથે માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પ્રતિક ઉપવાસ પર બેઠા અને આ કર્મચારીઓને ન્યાય માટે કહ્યું કે જો નગરપાલિકા…

gujarattak
follow google news

ગોધરાઃ ગોધરા નગરપાલિકાના પેન્શનર્સના હડતાળ પછી તેમની સાથે માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પ્રતિક ઉપવાસ પર બેઠા અને આ કર્મચારીઓને ન્યાય માટે કહ્યું કે જો નગરપાલિકા વાળા ના સાંભળતા હોય તો ચાલો આપણે જઈને નગરપાલિકામાં તોડફોડ કરી નાખીએ. ઉલ્લેખનીય છે કે ગોધરા નગરપાલિકાને હાલ પેન્સન તો છોડો કર્મચારીઓના પગાર આપવાના પણ વાંધા છે. ગોધરામાં ઘણી બધી બાબતોના ઉઘરાણા બાકી છે અને ખર્ચા બેફામ, સાથે જ નાણાનું અયોગ્ય મેનેજમેન્ટ ગોધરા પાલિકાને મોટી દ્વીધામાં લેતું આવ્યું છે. હવે પાલિકાએ ચાર મહિના સુધી રૂપિયા ચુકવાય તેમ નથી, પેન્સનર્સને તો પાલિકાએ લખીને આપી દીધું છે કે રૂપિયા નથી. પેન્સનર્સ જ્યારે હડતાળ પર છે ત્યારે ગોધરાના કદાવર નેતા પ્રભાતસિંહ ચૌહાણ તેમની સાથે આવીને બેઠા હતા અને તેમણે પાલિકામાં તોડફોડ કરવા સુધીની વાત કરી દીધી હતી.

પાલિકા નીકળશે બાકી ઉઘરાણું કરવા
પેન્શનર્સના લેટરમાં નગરપાલિકાએ લખીને આપ્યું છે કે નગરપાલિકા પાસે પૈસા નથી ચાર મહિનાનું પેન્શન આપી શકે તેમ નથી અને મુદત માગી છે. સાથે જ શક્ય હશે તો એક મહિનાનું પેન્શન અમે આપીશું નગરપાલિકા પાસે પૈસા નથી તેવું લખી આપતા સહુ સ્તબ્ધ થઈ ગયા છે. આ તરફ બાકી રહેતા વેરાના રૂપિયાની પણ ગોધરા નગરપાલિકા ઉઘરાવવા નીકળવાની છે. કારણ કે અહીં સ્થિતિ એવી છે કે પેન્શનર્સને પેન્શન આપવાના રૂપિયા નથી, પગાર પણ કર્મચારીઓનો ચુકવવામાં ફાંફા પડી રહ્યા છે. તેથી નગરપાલિકાનું મામેરું ભરવાનું બાકી હોય તો લોકોને સમયસર ભરી દેવા તાકીદ કરવામાં આવી છે નહીં તો સીલ કરવા સહીતના કડક પગલા ભરવાની નગરપાલિકાની તૈયારીઓ છે.

આ પણ વાંચવા જેવું
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ, જાણો રોકા સેરેમની વિશે…
ચીનથી ઈટાલી પહોંચેલી બે ફ્લાઈટના અડધો અડધ મુસાફરો કોરોનાથી સંક્રમિત, ઇટાલીમાં ખળભળાટ મચ્યો
ઊનાના યુવકને 2 વર્ષમાં એક જ આંગળીએ 9 વખત સાપ ડંખ્યો, કંટાળીને 540 કિ.મી દૂર રહેવા જતો રહ્યો

પ્રભાતસિંહે શું કહ્યું
પ્રભાતસિંહે આ દરમિયાન ગુજરાત તકના પત્રકાર સાથે વાત કરતા કહ્યું કે, આ પેન્શનર્સને ચાર મહિનાથી પેન્શન મળ્યું નથી. મેં ઘણા વર્ષ નગરપાલિકાનો વહીવટ કર્યો છે, પણ નગરપાલિકાને કશું કરવું જ નથી. ગોધરામાં ગટર લાઈનની વાત ચાલે છે. ગંદુ પાણી નદીમાં છોડાય છે. ગોધરાનું પાણી સમુદ્રને મળે ત્યાં સુધી આ જ પાણી લોકો સુધી જાય છે. લોકો, ઢોર માંદા પડે છે. આવા વહીવટદારોને કાઢી મુકવા જોઈએ. ભુખ હડતાળ વાળાઓને કહું છું કે, તોડફોડ કરો, મારપીટ કરવી જોઈએ, મહિના પછી જો નહીં આપે તો અમે તોડફોડ કરીશું.

(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp