ગોધરાઃ ગોધરામાં હાલમાં જ ફાયર વિભાગને એક ગંભીર આગની જાણકારી મળતા ફાયર વિભાગ સ્થળ પર આગ પર કાબુ મેળવવા રવાના થયો હતો. બુધવારે ગોધરા શહેરમાં આવેલી કોઠી સ્ટીલ ખાતે ભયંકર આગ લાગી હતી. ફાયર વિભાગે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. અહીં આ ઘટનામાં લાગેલી આગના વીડિયો પણ સામે આવ્યા છે. એક પ્રાપ્ત વિગત અનુસાર આગ પર કાબુ મેળવવા માટે નગરપાલિકાના ફાયર વિભાગ ઉપરાંત સ્થાનીક રહીશો પણ મદદે આવ્યા હતા. શરૂઆતમાં જ્યારે આ લાગી ત્યારથી જ આગ વિકરાળ સ્વરૂપમાં આવી ગઈ હતી. જોકે હજુ આ ઘટનામાં વધુ વિગતો સામે આવશે કે આ આગ લાગવાનું કારણ શું છે અને તેમાં શું નુકસાન થયું છે. હાલ તો આ ઘટનામાં કોઈ જાન હાની થઈ નથી તે બાબતે હાંશકારો આપ્યો છે.
ADVERTISEMENT
(વીથ ઈનપુટઃ શાર્દુલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT