Mahisagar News: ગુજરાત સરકાર દ્વારા 10 કલાક વીજળી આપવાની યાદીમાં 14 જિલ્લાનો યાદીમાં સમાવેશ કરાયો છે. જોકે ઘણા જિલ્લાઓનો સમાવેશ નહીં થતા માગ ઉઠી રહી છે. મહિસાગર (Mahisagar) જિલ્લાને બાકાત રખાતા મહિસાગર જિલ્લા કિસાન સંઘ આકરા પાણીએ જોવા મળ્યું છે. મહિસાગર જિલ્લા કલેકટર તેમજ જિલ્લા ખેતીવાડીને રુબરુ મળી લેખિત આવેદનપત્ર આપી 10 કલાક વીજળી આપવા માંગ કરી છે.
ADVERTISEMENT
વરસાદ ખેંચાતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી
સમગ્ર મહિસાગર જિલ્લામાં ચોમાસાની પ્રારંભમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ આગામી સમયમાં પણ સારો વરસાદ થશે તે આશાએ ખેતીના શ્રીગણેશ કરીને પોતના ખેતરોમાં વાવણી કરી દીધી હતી, પરંતુ સમગ્ર ઓગષ્ટ મહિનામાં વરસાદ નહીં થતા ખેડૂતોના ખેતરનો ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જો આવનાર દિવસોમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતોને તેમજ પશુપાલન કરતા પશુપાલકો માટે માથે હાથ દઈને રોવાનો વારો આવી શકે છે. તેવા સમયે જિલ્લાના ખેડૂતો કે જેમના ખેતરમાં પોતાના બોર મોટર અથવા કુવાઓ છે તેમાંથી પાણી આપી ઊભા પાકને જીવતદાન આપી શકે છે, પરંતુ તે માટે ખેડૂતોને પૂરતી વીજળી મળે તે પણ જરૂરી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યના અમુક જિલ્લામાં જ 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે અને જેમાં મહિસાગર જિલ્લાનું નામ નહીં હોવાથી મહિસાગર જિલ્લાને વધુ સમય વીજળીનો લાભ મળી શકશે નહીં. જેથી મહિસાગર જિલ્લા કિસાન સંઘ આકરા પાણીએ છે અને આજે કિસાન સંઘના પ્રમુખ, મહામંત્રી સહિતના આગેવાનોએ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલને મળી જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી મળે તે માટે સરકારમાં રજુઆત કરવા લેખિતમાં જાણ કરી હતી.
Surat સિવિલમાં કોરોના કરતા ભયાનક સ્થિતિ, બેડ ખુટી પડતા દર્દીઓને નીચે સુવડાવી સારવાર
ડાંગર વાવી છે અને તેને પાણી વધુ જોઈએ…: ખેડૂતો
મહિસાગર જિલ્લાના કિસાન સંઘના ખેડૂતોએ, હોદેદારોએ ગુજરાત તક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મહિસાગર જિલ્લા પર આ વખતે કુદરત રૂઠી હોય તેવી લાગી રહ્યું છે કારણકે છેલ્લા એક મહિનાથી વરસાદ નથી પડ્યો સમગ્ર જિલ્લો ડાંગરનું અધિકમાં અધિક ઉત્પાદન કરતો જિલ્લો છે અને ડાંગરના પાકને પાણીની વધારે જરૂર પડતી હોય છે. ત્યારે આ ડાંગરનો ઉભો પાક બચાવવા પાણીની તાતી જરૂર છે. સરકાર 10 કલાક વીજળી આપેતો જે ખેડૂતો પાસે કૂવા તેમજ બોર મોટર વડે સિંચાઇની વ્યવસ્થા છે તે પૂરતું પાણી આપી પાકને બચાવી શકે છે. બીજી તરફ જિલ્લામાં ત્રણ ડેમ હોવા છતાં ખેડૂતને પાણી મળતું નથી. જિલ્લામાં ગુજરાતનો સૌથી મોટો ત્રીજા નંબરનો કડાણા ડેમ આવેલો છે. જે ડેમના ઉપરવાસમાં પણ વરસાદ નહીં થતા ડેમમાં પાણીનો જથ્થો 40% જેટલો જ રહ્યો છે તેમજ ભાદર ડેમમાં તો પાણી ફક્ત 17% જેટલું જ છે ત્યારે કડાણા ડેમનું પાણી અન્ય જિલ્લાઓને ન આપવામાં આવે અને મહિસાગર જિલ્લાને જ આપવામાં આવે તેવી માંગ પણ કરી છે.
ADVERTISEMENT