ભાર્ગવી જોશી.જૂનાગઢઃ ગિરનાર પહાડ 33 કોટી દેવતાઓની ભૂમિ છે, ત્યાં દુરદુરથી યાત્રાળુઓ આવે છે. આ વિસ્તાર પ્રર્યટન માટે લોકોમાં આર્કષણનું કેન્દ્ર હોય અને રોજે રોજ હજારો માણસો ફરવા આવતા હોય છે. ત્યારે કોઇ માણસોને કોઇ જાતની તકલીફ ન પડે અને તાત્કાલીક મદદ મળી રહે તે અહી પોલીસ તંત્ર દ્વારા ખાસ પોલીસ ચોકી બનાવાઇ છે. આ જ પોલીસ ચોકીના પોલીસ કર્મીઓ દ્વારા એક વયોવૃદ્ધ યાત્રિકનો જીવ બચાવ્યો હતો. જેના માટે એસઆરપી, પોલીસ જવાનો અને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.
ADVERTISEMENT
શું બન્યો બનાવ?
આ અંગે જુનાગઢ ડીવીઝન ના ડી.વાય એસ.પી. હિતેષ ધાધલ્યા એ જણાવ્યું કે ગઇ તા.૦૫/૦૭/૨૦૨૩ ના રોજ મદનમોહન મુરલીધર જૈન (ઉ.વ.૭૦ રહે મધ્યપ્રદેશ ભીંડ જિલ્લાના કુપકલા ગામ). તેમના પરિવાર સાથે જૂનાગઢ ભવનાથ તળેટીમાં ફરવા માટે આવ્યા હતા. ગિરનાર પર્વત ઉપર ચાલીને જૈન દેરાસર ખાતે દર્શન કરવા ગયા હતા અને દર્શન કરી આ ગિરનાર પ્રર્વત ઉપર જૈન દેરાસરએથી દર્શન કરી પરત નીચે ઉતરતા હતા. ત્યારે તેમના પરિવારથી તેઓ વિખુટા પડી ગયા હતા. તેમના પરિવારે તેમની તપાસ કરતા મળ્યા નહીં, આથી આ મદનમોહન જૈન ગુમ થયા અંગેની તેમના સગા સુનીલકુમાર બાદશાહ જૈન (રહે મધ્ય પ્રદેશ)એ તેમના સગા મદનમોહન જૈન ગુમ થયા અંગેની જાહેરાત આપતા બનાવની ગંભીરતા સમજી ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા તથા સ્ટાફને વાત કરી હતી.
અમરેલીઃ મહિલા ખેડૂતોની હિંમત, સિંહથી એક બળદને બચાવી લીધો- Video
ઊંડી ખીણમાંથી આવ્યો અવાજ
વૃદ્ધના પરિવાર સાથે રાત્રીના ચાલુ વરસાદે આશરે નવ વાગ્યાથી ગિરનાર ઉપર વેલનાથની જગ્યાની આજુબાજુમાં તપાસ કરી ગુમ થનારના નામના સાદ પાડતા સામેથી ઉંડાણવાળી ખીણમાંથી અવાજ આવતો હતો. રાત્રીનો સમય હોય આ જગ્યા ઉપર સિંહ દીપડાનો વસવાટ હોય આથી વધુ માણસોની જરૂર પડે તેમ હતી. ડી.વાય.એસ.પી. હિતેષ ધાધલ્યાનો સંમ્પર્ક કરી એસ.ડી.આર.એફ.ગોડલની ટીમ જૂનાગઢ ખાતે હાજર હોય તેમના ઇન્ચાર્જ એલ.જે.ચાવડાનો સંમ્પર્ક કરી તેમની ૨૦ માણસોની ટીમ બોલાવી ચાલુ વરસાદે જંગલી જાનવરોના ભય વચ્ચે જંગલમાં રેસ્ક્યૂ શરૂ કરાયું હતું.
મહા મહેનતે કાઢ્યા બહાર
જોકે જંગલમાં ઉતરવાનો રસ્તો ન હોય આથી રસ્તો કરતા કરતા ગુમ થનારના નામના સાદ પાડતા પાડતા ખુબ જ કઠીન રીતે જંગલમા વેલનાથની જગ્યાએથી જટાશંકર વચ્ચેના ગાઢ જંગલમાં પ્રવેશ્યા અને ગુમ થનાર જાળી ઝાખરામાં ખરાબ રીતે ફસાઈ ગયા હોય તેઓને મહામહેનતે બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ રાત્રીનો સમય હોય વરસાદ ચાલુ જંગલની બહાર નીકવાનો રસ્તો મળતો ન હોય ગુમ થનાર મળી ગયા હોય કોઇ પ્રકારનું નેટવર્ક આવતુ ન હોય ગુમ થનારને સાથે રાખી સવાર થવાની રાહ જોઈ ટીમના તમામ સભ્યોએ જંગલમાં જ હોલ્ડ કર્યો. આમ રાત્રીના કલાક ૦૯/૦૦ થી બીજા દીવસના સવારના કલાક ૦૯/૦૦ સુધી કુલ ૧૨ કલાક ગુમ થનારને શોધવાનું ઓપરેશન ચાલ્યું જેમાં કુલ ૩૩ માણસોએ ભાગ લઇ ગુમ થનારને ૪૮ કલાક બાદ જીવીત હાલતમાં હેમખેમ બહાર કાઢી તેમના પરિવાર સાથે મીલન કરાવ્યું હતું. આમ ખુબ જ કઠીન ઓપરેશન પાર પાડતા ગુમ થનારના પરિવારજનોએ આ ઓપરેશનમાં ભાગ લીધો હતો તે તમામ માણસોનો આભાર માન્યો હતો. આટલા કલાક પછી કોઇ માણસનું જીવત મળી આવવુએ જવલ્લે જ સામે આવે તેવી ઘટના છે.
ADVERTISEMENT