ગીરનારમાં ધોધમાર વરસાદથી સોનરખ નદીમાં આવ્યું ધસમસતું પાણી, લોકો જોવા ઉમટ્યા

જુનાગઢઃ પહેલા વરસાદમાં જ સોનરખ નદીમાં તોફાન મચ્યું છે. ગીરનારના પર્વતોમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને લઈને પહાડોથી ધસમસતું પાણી સોનરખ નદીમાં આવ્યું છે.…

gujarattak
follow google news

જુનાગઢઃ પહેલા વરસાદમાં જ સોનરખ નદીમાં તોફાન મચ્યું છે. ગીરનારના પર્વતોમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને લઈને પહાડોથી ધસમસતું પાણી સોનરખ નદીમાં આવ્યું છે. જલ પ્રવાહને જોવા માટે અહીં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે ગીરનારથી ધસમસતું પાણી અહીં એવો તોફાની માહોલ ઊભો કરી રહ્યું હતું કે જાણે કોઈ જલ પ્રલય આવ્યો હોય.

અરવલ્લીના માલપુરમાં મુશળધાર વરસાદ
આ તરફ અરવલ્લીના માલપુરમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં જાણે કે પુર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.લૂણાવાડામાં રોડ પર આવેલી દૂકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. દુકાનદારોને તેના કારણે ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

શંકરસિંહની અખિલેશ સાથે મુલાકાતઃ શું કરવાના છે નવા જુની?

આ તરફ અરવલ્લીનું વાતાવરણ એવું બદલાયું હતું કે, વરસાદના પહેલા જ સિઝનની બેટિંગમાં જનજીવનને અસર પહોંચી હતી. ધનસુરાના કનાલ ગામમાં આ વરસાદ દરમિયાન વીજળી પડી હતી જેના કારણે 34 ઘેટા બકરાના મોત થઈ ગયા હતા.

સાબરકાંઠામાં ગર્ભવતી મહિલાને બે કિલોમીટર પાણીમાં લઈ જવી પડી
સાબરકાંઠામાં તંત્રની કામગીરીનો પણ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં જીવના જોખમે ગર્ભવતી મહિલાને નદીમાંથી પસાર થવું પડ્યું હતું. કાલીકાંકર ગામની ગર્ભવતી મહિલાને 2 કિલોમીટર સુધી ધસમસતા પાણીમાં ચાલીને જવું પડ્યું હતું. સ્થાનીકોએ આ ઘટનાનો વીડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં ફરતો કર્યો હતો. 2500ની વસ્તી ધરાવતા આ એક ગામને નદીથી પસાર થઈને બીજી બાજુ જવું પડે છે. જેમાં પ્રસવ દરમિયાન મહિલાને જોળીમાં લઈને જવી પડી હતી. અહીં પુલના અભાવે 108 એમબ્યુલન્સ પણ ગામની અંદર આવી શકતી નથી. મેડિકલ ઈમર્જન્સી દરમિયાન લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગારીયાધાર નજીકનો રસ્તો બંધ
આ તરફ અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી રસ્તો બંધ કરવો પડ્યો હતો. ઘોબાથી ગારીયાધાર જવાનો માર્ગ વરસાદના પાણી ધસમસતા થવાને કારણે બંધ કરવો પડ્યો હતો. મેરામણ નદીના પાણી ઉપર આવવા લાગતા આ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારમે ઘણા વાહનો અટવાઈ પડ્યા હતા.

(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ / હિરેન રાવિયા, અમરેલી / હિતેશ સુતરિયા, અરવલ્લી / હસમુખ પટેલ, સાબરકાંઠા)

    follow whatsapp