નવસારી: બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેળામાં ફરવા માટે આવેલી યુવતીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. બબાલ એ હદ સુધી પહોંચી ગઈ હતી કે રીતસર યુવતીઓએ એકબીજાના વાળ ખેંચ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
મેળામાં આવેલી યુવતીઓ બાખડી પડી
હકીકતમાં સોશિયલ મીડિયામાં હાલમાં એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મેળામાં આવેલી બે યુવતીઓ વચ્ચે ઝઘડો થતા મારામારી થઈ હતી. જેમાં વચ્ચે બચાવવા પડેલી અન્ય યુવતીઓ વચ્ચે પણ મારામારી શરૂ થઈ ગઈ. વાત આટલેથી ન અટકતા યુવતીઓએ રીતસર એકબીજાના વાળ ખેંચ્યા હતા. જેના કારણે મેળામાં આવેલી પબ્લિક તમાશો જોનવા
બીલીમોરાના સોમનાથ મહાદેવના મંદિરમાં યોજાયેલા મેળાનો વીડિયો
આ સમગ્ર ઘટનાનો વીડિયો બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં યોજાયેલા મેળાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ વીડિયો ખરેખર બીલીમોરાનો જ છે કે અન્ય કોઈ વિસ્તારનો તે વિશે પુષ્ટિ થઈ શકી નથી. હાલમાં જ આ વીડિયોને પગલે લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.
(વિથ ઇનપુટ: રોનક જાની)
ADVERTISEMENT